________________
નથી, પરંતુ પણ દશાનો વિશેષ છતે, પોતાના વ્યાપારે જેમાં આસક્તિનું હરણ કરેલું છે એવો વૈરાગ્ય વર્તે છે. | ભાવાર્થ ચોથા ગુણસ્થાનકે વિશિષ્ટ નિર્મળતા છે જ. તેથી ત્યાં વૈરાગ્ય ન જ હોય તેમ નથી. તેઓ વિષયમાં પ્રવૃત્ત છે પણ આસક્ત નથી. વિષયોને સાચા કે સારા માનતા નથી. તેઓ અનેક આરાધના દ્વારા આસક્તિનો પરિચય ઘટાડવાની અભિલાષાવાળા હોય છે. [११५] यदा मरुन्नरेन्द्रश्री-स्त्वया नाथोपभुज्यते ।
यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदापि ते ॥ १३ ॥ મૂલાર્થ : હે નાથ ! જે જન્મમાં તમે દેવેન્દ્ર અને નરેન્દ્રની લક્ષ્મી ભોગવી હતી, તે વખતે પણ કોઈ સ્થળે તમારે રતિ હતી તો પણ તેમાં વૈરાગ્યપણું જ હતું.
ભાવાર્થ : ભોગ છતાં ભોગાતીત, દેહ છતાં દેહાતીત દશા કેવી હોય ! તે વીતરાગદશાથી સમજાવે છે. હે નાથ ! ભવિતવ્યતાના યોગે તમે જ્યારે દેવેન્દ્ર કે નરેન્દ્રપણું પામ્યા અને જે પુણ્યના યોગે સુખ ભોગવ્યાં તેમાં જ રતિ જણાય છે તે હકીકતમાં વિરક્તિ હતી. આપની અંતરંગ દશામાં તે તે પદાર્થોનું આકર્ષણ ન હતું. [११६] भवेच्छा यस्य विच्छिन्ना प्रवृत्तिः कर्मभावजा ।
રતિતી વિરવતી સર્વત્ર ગુમવેદ્યતઃ + ૧૪ / મૂલાર્થઃ ભવની ઇચ્છા વિચ્છેદ પામી છે તેને ભોગાદિકમાં જે કંઈ પ્રવૃત્તિ દેખાય છે. તે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી છે. તથા તે વૈરાગ્યવંતની વિષયમાં જે પ્રીતિ દેખાય છે તે સર્વત્ર તે શુભવેદનીય કર્મનો ઉદય છે.
ભાવાર્થ : જે મુમુક્ષુની ભવેચ્છા નાશ પામી છે, અને માત્ર મોક્ષ માટે જ જેનું પ્રવર્તન છે તેમની વિષયોમાં પ્રવૃત્તિ પૂર્વના પુણ્ય યોગના નિકાચિત કર્મનો ઉદય છે. તેથી તેવા વિરક્ત સમ્યગદષ્ટિ આત્માને સંસારનાં સુખો સારભૂત નથી, પણ સાતા વેદનીય કર્મ હર્ષાદિકથી ભોગવતા જણાય છે કે તેઓ પ્રસન્નતા પણ પામતા હોય છે. તેમાં શુભ નામકર્મનો યોગ છે.
૭૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org