________________
ભાવાર્થ : જીવને ભવભ્રમણના કારણોનું જ્ઞાન થાય તો તેને તે અજ્ઞાન અને રાગાદિ ભાવ પર દ્વેષ પેદા થાય. વિષયોથી વિરક્ત થાય. તેથી ભવમાં તેને નિરર્થકતા જણાય છે, ત્યારે તેને વૈરાગ્યભાવના પેદા થાય છે.
[११२] चतुर्थेऽपि गुणस्थाने नन्वेवं तत् प्रसज्यते ।
युक्तं खलु प्रमातॄणां भवनैर्गुण्यदर्शनम् ॥ १० ॥ મૂલાર્જ : શિષ્ય શંકા ! કેવળ ભવના ભયથી કે તેમાં અડિંચ થવાથી વૈરાગ્ય પેદા થાય તો ચોથા ગુણસ્થાનકે વૈરાગ્યની પ્રાપ્તિ થશે. કારણ કે એ ગુણ સ્થાને સંસારની અરુચિ હોય છે.
ભાવાર્થ : ચોથા ગુણસ્થાનકે વ્રતાદિ નથી. ત્યાં વિષય સેવન છે, તે સાચું પણ સંસાર વૃદ્ધિ પ્રત્યે તો અરુચિ છે, તેને વૈરાગ્ય કહ્યો છે. તો પછી વિષયસેવન અને વૈરાગ્ય બંને સાથે કેવી રીતે હોય ! જેટલી કષાયની મંદતા થઈ તેટલી વૈરાગ્યની ભાવના હોય છે. ચારિત્ર ગુણની અપેક્ષાએ ત્યાં વૈરાગ્ય નથી, પરંતુ શ્રદ્ધા ગુણની અપેક્ષાએ વૈરાગ્ય છે.
[૧૧૨] સત્ન, ચારિત્રમોહસ્ય મહિમા જોડાં વસ્તુ । यदन्यहेतुयोगेऽपि फलायोगोऽत्र दृश्यते ॥ ११ ॥
મૂલાર્થ : તમારી શંકા સાચી છે, ચોથે ગુણસ્થાને વૈરાગ્યનાં બીજાં બધાં કારણો ભાવસ્વરૂપ વિજ્ઞાન હોવા છતાં ફળનો અભાવ છે કારણ કે ત્યાં ચારિત્ર મોહનીય કર્મનો એવો મહિમા છે. ભાવાર્થ : હે વત્સ ! ચોથે ગુણ સ્થાને જે વિષયાદિ સંબંધો છે તે ચારિત્ર મોહનીયના ઉદયનું સામર્થ્ય છે. તેથી ભવસ્વરૂપનું જ્ઞાન ત્યાં શ્રદ્ધારૂપ તો છે જ. પરંતુ ચારિત્ર મોહનીયના બળે જીવ વિષય ભોગાદિ કરે છે, પરંતુ તે તીવ્રભાવે કરતો નથી કારણ કે અનંતાનુબંધી કષાય ત્યાં શાંત થયા છે.
[ ११४] दशाविशेषे तत्रापि न चेदं नास्ति सर्वथा । स्वव्यापारहताऽऽसङ्कं तथा च स्तवभाषितम् ॥ १२ ॥ મૂલાર્થ ઃ તે ચોથા ગુણસ્થાનકને વિષે વૈરાગ્ય સર્વથા નથી એમ
વૈરાગ્ય સંભવ : ૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org