________________
[૧૦] માત–પ્રનલુિચ્ચે-વાતે ધ્વનિત્તશઃ |
कामभोगेषु मूढानां समीहा नं पशाम्यति ॥ ३ ॥ મૂલાર્થ : મૂઢ પ્રાણીઓને કામભોગો અનંતીવાર પ્રાપ્ત થયા છતાં પણ જેણે કોઈ વખત મળ્યા જ નથી એવા ભ્રમથી તેમની ઇચ્છા શાંત નથી થતી.
ભાવાર્થ : પરમાર્થને નહિ જાણનાર મૂઢ પ્રાણીને ક્યાંથી ખબર હોય કે પૂર્વે આવા ભોગો પ્રાપ્ત કરીને રોગોનું ઉપાર્જન કર્યું છે. અને આ ભવમાં એમ જાણે છે કે પૂર્વે ભોગો મળ્યા નથી. આવા ભ્રમથી તે ભોગની પાછળ દોડે છે. પરંતુ તેને તેમાં શાંતિ મળતી નથી. [૧૦૬] વિષઃ સીયતે નો નેજોવિ પાવર |
प्रत्युत प्रोल्लसच्छक्ति-र्भूय एवोपवर्द्धते ॥ ४ ॥ મૂલાર્થ : કાષ્ટવડે અગ્નિની જેમ વિષયોવડે કામ ક્ષીણ થતો જ નથી. પરંતુ વિસ્તાર પામે. તેવી જેની શક્તિ છે તે કામ વારંવાર વૃદ્ધિ પામે છે.
ભાવાર્થ : અગ્નિમાં ઇધનપૂર્તિ કરો એટલે આગ પ્રજ્વલિત થાય, તે ક્ષીણ થવા સંભવ નથી. તેમ કામ આદિ ભોગેચ્છા વિષયતૃષ્ણાને ઉત્તેજિત કરે છે. વૈરાગ્ય વગર તેવી ઇચ્છાઓ શાંત થવી સંભવ નથી. [૧૭] સૌભવ સિંહાનાં પુત્રનમિવ ક્ષમા |
विषयेषु प्रवृत्तानां वैराग्यं खलु दुर्लभम् ॥ ५ ॥ મૂલાર્થ : સિંહોની સૌમ્યતાની જેમ અને સર્પોની ક્ષમાની જેમ વિષયોમાં પ્રવૃત્ત થયેલા પુરુષને વૈરાગ્ય પ્રાપ્ત થાય તેમ કહેવું અશક્ય છે.
ભાવાર્થ : અરે ભાઈ ! તું વિચાર કર કે સિંહો પાસેથી સૌમ્યતાની અપેક્ષા રાખવી. કે સર્પો પાસેથી ક્ષમાની અપેક્ષા રાખવી સંભવ છે “ના” તો પછી વિષયોમાં પ્રવૃત્ત રહીને કયો સુભટ વૈરાગ્ય પ્રાપ્ત કરશે ? અસંભવું.
વૈરાગ્ય સંભવ : ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org