________________
પ્રબંધ રજો
અધિકાર પમો
::
વેરાગ્ય સંભવ
પ્રથમ પ્રબંધમાં શાસ્ત્રમહિમા, અધ્યાત્મનું સ્વરૂપ, નિર્દભ આચરણ અને ભવસ્વરૂપનું ચિંતન કહ્યું હતું. જેની ફલશ્રુતિરૂપે જીવોને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તેથી હવે વૈરાગ્યના ભેદ બતાવે છે. [૧૦૩] મવસ્વરુપવિજ્ઞાનાક્ષાત્રખ્યદ્રષ્ટિના
तदिच्छोच्छेदरुपं द्राग् वैराग्यमुपजायते ॥ १ ॥ મૂલાર્થ : ભવસ્વરૂપના જ્ઞાનથી અને નિર્ગુણ દૃષ્ટિથી ઉત્પન્ન થયેલા ષથી તત્કાળ તે ભવની ઇચ્છાના ઉચ્છદરૂપ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ : ભવસ્વરૂપના ચિંતન વડે દૃષ્ટિનો વિકાર શમી જવાથી સંસારનાં નગ્ન સ્વરૂપનું જ્ઞાન થતાં, સંસારમાં વસતા જીવોમાં સાધકને સમ્યગ્દર્શનાદિ કોઈ ગુણ દેખાતો નથી તેથી સંસાર પ્રત્યે અરુચિ થાય છે. આથી ભવભ્રમણને છેદવા માટે વૈરાગ્ય પેદા થાય છે. અર્થાત્ સંસારના અરુચિકર પ્રકારોને જાણીને ભવ્યાત્માને અનાસક્તિ ઊપજે છે. [૧૦૪] સિદ્ધયા વિષયનીયરા વૈરાગ્યે વન્તિ રે !
મત ન મુખ્યત્વે તેષાં વિસતિઃ | ૨ | મૂલાર્થ : જેઓ વિષય સુખની સિદ્ધિ વડે વૈરાગ્ય પ્રાપ્ત થાય તેવું વર્ણન કરે છે, તેમનો મત યાદવર્થની અપ્રસિદ્ધિને લીધે યોગ્ય નથી.
ભાવાર્થ : અજ્ઞાનવશ ઉપદેશકો પોતાના સ્થાનનું ઉત્તરદાયિત્વ ચૂકી જાય છે, અને મનકલ્પિત વિધાન કરે છે, જેમકે એક વાર ઈન્દ્રિયોના વિષયો પૂરા ભોગવી લો પછી છૂટી જશે, વૈરાગ્ય પેદા થશે. પરંતુ જ્ઞાનીજનો કહે છે કે તેમ બનવું સંભવિત નથી. કાદવમાં બેસીને પછી સ્વચ્છ થવા જેવું છે. વાસ્તવમાં જ્ઞાન વડે વૈરાગ્ય પેદા થાય છે, ભોગ વડે વૈરાગ્ય પેદા થતો નથી.
૬૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org