________________
ભોગવતાં છૂટ્યો તો નહિ, પરંતુ અનંત જન્મો ખર્ચાઈ ગયા. અને વિષયતૃષ્ણા તો મરાઈ નહિ. એ તૃષ્ણાઓ કેવી છે જાણો છો ?
જ્યારે દીન હતો ત્યારે તેને ધનની ભૂખ લાગતી. ધન મળ્યા પછીથી તેની વૃદ્ધિના તરંગ જાગ્યા. ધન વૃદ્ધિ થતાં મોટાઈને અને શેઠાઈને ઇચ્છવા લાગ્યો. પછી તો મંત્રી, રાજા અને દેવ થવાની તૃષ્ણા જાગી એમ કરતાં વૃદ્ધાવસ્થા આવી ત્યારે ત્રણ-ચાર પેઢીની ચિંતા કરતો કરતો તૃષ્ણા તો ન મરાઈ પણ પોતે મરાઈ ગયો, મર્યો. છતાં વૈરાગ્ય ન ઊપજ્યો.
૨. દમનયોગ ઃ સાધક ઉપરનું આવું દૃશ્ય જોઈને જાગૃત થઈ જાય છે, તે ભવના આવી નિગુણતાને જુએ છે, અને વિષયો પ્રત્યેથી નિવૃત્ત થાય છે ત્યારે વૈરાગ્યની સંભાવના થાય છે. અને તે સમયે જીવોમાં ગુણોની વૃદ્ધિ તથા વિનયરૂપ ધર્મના પરિણામ થાય છે. પ્રથમ આવો આત્મવિકાસ થયા પછી અર્થાત્ વિષય સુખોને ગૌણ કરીને, તેમાં સુખ નથી તેવું સાચું દર્શન થાય છે, ત્યારે જ જીવ પુનઃ અનંત સંસાર ન બાંધે તેવી અપુનર્બંધક જેવી પાત્રતા પામે છે.
જોકે આ દશા હજી સંસારના સુખભોગ સહિત છે, વૈરાગ્યની નથી. પરંતુ અહીંથી આત્મવિકાસનું બીજ રોપાય છે. સુખ ભોગમાંથી મનને નિવૃત્ત કરવાનો મહાપ્રયાસ આદરવો પડે છે. દમન કરવું પડે છે.
મધુપ્રમેહના રોગવાળા દર્દીને મીઠાઈના પ્રતિબંધનું દમન કરવું પડે છે. ભાઈ ! તેમ મોહનીય કર્મની મીઠાશના પ્રતિબંધનું અહીં મન ઉપર દમન તો કરવું પડે. પણ દમન પછી જ્યારે શમન થાય છે ત્યારે જીવને અપૂર્વ આનંદ પ્રાપ્ત થાય છે.
૩. ભક્તિયોગ : જવા દે ભાઈ તને દમન અને શમન નથી ફાવતું. રાગના સંસ્કારો તને પાછો પાડે છે. ભલે, હવે રાગનું સ્થાન તું બદલી નાંખ. જે રાગ તને જગતના પૌદ્ગલિક પદાર્થો અને પામર જીવો તરફ હતો. પરિગ્રહ અને પરિવાર તરફ હતો.
Jain Education International
૬૪ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org