________________
ગ્રંથકારે વૈરાગ્યનું ત્રણ પ્રકારે નિરૂપણ કર્યું છે. ૧. વૈરાગ્ય સંભવ ૨. વૈરાગ્ય ભેદ, ૩. વૈરાગ્ય વિષય
વસ્તુતઃ ત્રણે પ્રકારમાં વૈરાગ્યનો જ મહિમા છે. કારણ કે વૈરાગ્ય રહિત ચારિત્રની શુદ્ધિ નથી. ચારિત્રની શુદ્ધિ એ જ વીતરાગતા છે. પૂર્ણ વિતરાગતાના શુદ્ધ પરિણામે પૂર્ણજ્ઞાન પ્રગટે
૧. વૈરાગ્ય સંભવમાં ગ્રંથકારે સંસારી જીવને વૈરાગ્યના ભાવ કેવી રીતે ઊપજે તેની સંભાવના દર્શાવી છે. કહે છે કે –
અમાવાસ્યાની અંધારી રાત્રે આકાશમાં ચંદ્ર ચમકે તેવી સંભાવના નથી.
વંધ્યજાતિના વૃક્ષને ફળ બેસે તેવી સંભાવના નથી. તેમ વિષયાસક્ત ચિત્તમાં વૈરાગ્યની સંભાવના નથી.
પરંતુ જે જીવ જગતના વૈષયિક સુખથી વિમુખ થયો છે. ધનાદિ પ્રત્યે અનાસક્ત છે. તેનામાં વૈરાગ્યની સંભાવના છે જેને જન્મ-મરણથી ત્રાસી છૂટ્યો છે, તેનું કાર્ય સિદ્ધ થવા માટે વૈરાગ્ય ગુણ ધારણ થાય છે, ત્યાં અધ્યાત્મની સંભાવના છે.
સંસારનાં મૃગજળ સમાં સુખોમાં જે આસક્ત નથી. જેને સ્વ-પરનો વિવેક જન્મ્યો છે, તેવા સાધકોની ઉદાસીનતા એ વૈરાગ્ય છે. એ વૈરાગ્યના ચાર (યોગ) પ્રકાર કહ્યા છે.
૧. ભોગયોગ, ૨. દમનયોગ, ૩. ભક્તિયોગ, ૪. જ્ઞાનયોગ.
૧. ભોગયોગ : કોઈ જીવો એમ માને છે કે એક વાર પૂરતા ભોગસુખ ભોગવી લેવા પછી તે છૂટી જશે. પરંતુ ત્યારે જીવની દશા બકરું કાઢતાં ઊંટ પેસે તેવી થાય છે.
જીવની તૃષ્ણા અનંત છે. વિષયો અગણિત છે. ભોગવતાં
વૈરાગ્ય સંભવ : ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org