________________
स्थिरीभूते यस्मिन्विधुकिरणकर्पूरविमला ।
થશઃ શ્રી પ્રતા ચઝિનસમતસ્થિતિવિરાગ્યું છે ર૭ | મૂલાર્થ ઃ તે કારણ માટે નિપુણ બુદ્ધિવાળા પંડિતો આ ભવ સ્વરૂપના ચિંતનને શમસુખના કારણરૂપ તથા ત્રણ જગતને અભયદાન દેવારૂપ કહે છે કે ભવસ્વરૂપનું ધ્યાન સ્થિર થવાથી જિનાગમના તત્ત્વોની સ્થિતિને જાણનાર પુરુષોને ચંદ્રના કિરણો તથા કપૂરની જેવી નિર્મળ યશરૂપી લક્ષ્મી અથવા મોક્ષ લક્ષ્મી વૃદ્ધિ પામે છે.
ભાવાર્થ : ભવચિંતનનો આ અધ્યાયનો મર્મ એ છે કે જેને આત્મહિત પ્રિય તેવા પંડિતો-જ્ઞાનીજનો તો આ ભવસ્વરૂપનું અનેક રીતે ચિંતન કરીને સમતાના સુખને પ્રાપ્ત કરે છે અને ભવથી મુક્ત થાય છે. આમ સ્વહિત તો થાય છે પરંતુ એક જીવ જ્યારે સિદ્ધત્વને પામે છે ત્યારે તે જીવ તરફથી જગતના જીવોને અભયદાન મળે છે. શરીરધારી જીવની મનાદિ યોગની પ્રવૃત્તિથી જીવો વિરાધના પામતા હોય છે. અહો એવા સત-પુરુષોની પ્રણાલિ તો જુઓ, પોતે સિદ્ધત્વ પામે. ત્યારે નિગોદના એક જીવને જીવનવિકાસની તક મળે જીવના સિદ્ધત્વથી જગતના સમગ્ર જીવો અભય પામે, વળી ભવસ્વરૂપ તિનનો પ્રભાવ એવો છે, કે જગતના જીવો પ્રત્યે અભયદાનની ભાવના ફલિત થાય છે.
આવું આ ભવસ્વરૂપનું ચિંતન કરનાર તત્ત્વોનો જાણકાર થવાથી સમ્યગ્દર્શનાદિને પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. “યશ વિજ્યજીએ આવો અધ્યાત્મ પ્રબંધ રચી જગતના જીવો પર ઉપકાર કર્યો છે.
વળી ટીકાકાર ગંભીરવિજયજીએ અંતના શ્લોકમાં લઘુભાવે જણાવ્યું છે કે અર્થ અને રહસ્યોથી ભરેલી “ગંભીર વાણી ક્યાં ? અને અલ્પ મતિ હું ક્યાં? છતાં ગુરુકૃપાથી આ પ્રથમ પ્રબંધ પૂર્ણ થયો છે.
ખરેખર ! ગુરુકૃપા વગર અધ્યાત્મગ્રંથોને રચવા દુર્લભ છે. ગુરુકૃપા વડે જ આ તત્ત્વરૂપ નિરૂપણ શક્ય બન્યું છે.
ભવચિંતન સ્વરૂપ સંપૂર્ણ
૬૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org