________________
ભાવાર્થ : સંસારમાં હાથી ઈત્યાદિ વડે રાજલક્ષ્મી મનાય છે. પરંતુ અસંસારીને તો જ્ઞાન, ધ્યાન અને ઉપશમ જ્ઞાનલક્ષ્મી છે. જ્ઞાનથી શ્રુતરૂપ હાથીની શોભા, ધર્મ ધ્યાન અને શુકલધ્યાન રૂપ જાણે અશ્વોની શોભા, અને ઉપશમથી ઉત્પન્ન થયેલી શાંતિ ગાયની જેમ શોભા પામે છે. આવી જ્ઞાનલક્ષ્મીને પ્રાપ્ત કરનાર યોગીજનો રાજલક્ષ્મીને શા માટે ઇચ્છે ?
વળી રાજા આદિને મનોહર રૂપવાળી પ્રિયાઓ હોય છે પણ યોગીના મનને વિષે તો આત્મરતિરૂપ કર્મમન રહિત ઈન્દ્રાણીથી પણ વિશેષ હર્ષદાયક પ્રિયા હોય છે. એવા સ્વાધીન સુખવાળા યોગીઓ સંસારના ક્ષણિક સુખને કેમ ઇચ્છે છે? [१०१] पराधीनं शर्म क्षयि विषयकाझौधमलिनम् ।
भवे भीतेः स्थानं तदपि कुमतिस्तत्र रमते ॥ बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते ।
निलीनास्तिष्ठन्ति प्रगलितभयाध्यात्मिकसुखे ॥ २६ ॥ મૂલાર્થ: આ સંસારનાં સુખો પરાધીન, ક્ષણિક, વિષયતૃષ્ણાથી મલિન અને ભીતિદાયક છે, છતાં તેમાં મિથ્યામતિ આનંદ માને છે. પરંતુ પંડિત પુરુષો તો સ્વાધીન અવિનાશી ઇન્દ્રિય વિષયની ઉત્સુકતા રહિત, ભયરહિત એવા અધ્યાત્મ સુખીમાં મગ્ન છે.
ભાવાર્થ : ભાઈ ! સંસારના સુખ કેવાં છે ? પરાધીન, બહારમાં સાધન હોય તો સુખ મળે તે પણ ક્ષણિક એક પદાર્થ ભોગવ્યો નષ્ટ થયો. અને તેણે કારણે વિષયતૃષ્ણાની અધિકતા થવાથી ચિત્ત મલિન રહે છે. અને તે સુખો છૂટી જવાનો ભય લાગે છે. છતાં મિથ્થામતિ તે સુખને ઇચ્છે છે. - જ્ઞાનીજનો તો સ્વાધીન સુખને ઇચ્છે છે. જેમાં કોઈ બાહ્ય પદાર્થની આવશ્યકતા નહિ. આત્માથી જ ઉત્પન્ન થયેલા જ્ઞાનાદિ ગુણોનું સુખ નિત્ય રહેવાવાળું, અને મોક્ષાભિલાષીની ભાવના નિર્મળ હોય, તેથી ભયરહિત હોય છે. [૧૦૨] તવેતાને નામથી તું મનં
स्वरुपानुध्यानं शमसुखनिदानं कृतधियः ॥
ભવસ્વરૂપની ચિતા-ચિંતન : ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org