________________
સેવનમાં જ અમૃત માનતો હતો. પણ તત્ત્વજ્ઞાનીઓને આત્મજ્ઞાન થતાં પૂર્વનું ભ્રમિત સુખ નષ્ટ બન્યું છે. હવે એમને આ સંસારના કોઈ પદાર્થમાં રતિ પ્રીતિ રહી નથી. [९९] दधानाः काठिन्यं निरवधिकमाविद्यकभव
प्रपञ्चाः पाञ्चालीकुचलशवनातिरतिदाः ॥ गलत्यज्ञानाभ्रे प्रसृमररुचावात्मनि विधौ ।
चिदानन्दस्यन्दः सहज इति तेभ्योऽस्तु विरतिः ॥ २४ ॥ મૂલાઈ પાંચાલીના સ્તનરૂપી કલશની જેમ અવધિરહિત કઠિનતાને ધારણ કરતા એવા અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા આ ભવના પ્રપંચો પ્રીતિદાયક થતાં નથી. અજ્ઞાનરૂપી વાદળો વિખરાઈ જવાથી અને પ્રચાર પામતી કાંતિવાળા આત્મારૂપી ચંદ્રનો ઉદય થવાથી સ્વાભાવિક ચિદાનંદ રસ પ્રાપ્ત થયો છે. તેથી સંસારના પ્રપંચોથી - વિસ્તારથી વિરતિ જ રહો. - ભાવાર્થ અજ્ઞાનવશ ઉત્પન્ન થયેલા આ પ્રપંચો, સંસારના પરિવારાદિક સંગ મર્યાદારહિત કઠોરતા ધારણ કરે છે. ત્યારે પથ્થરની પૂતળીના સ્તનની કઠોરતાની જેમ દુઃખદાયી જણાય છે. પરંતુ જ્યારે આત્મજ્ઞાનરૂપી ચંદ્ર પ્રકાશિત થાય છે, ત્યારે ચિદાનંદમય આત્માનો સ્વાભાવિક ગુણ ઉત્પન્ન થાય છે. તેથી હવે ભવના પ્રપંચો નિરર્થક જ છે. [૧૦૦] ભવે મા રાશીનારનોસપ્રદતા
न सा ज्ञानध्यानप्रशमजनिता किं स्वमनसि ॥ बहिर्याः प्रेयस्यः किमु मनसि ता नात्मरतयः ।
ततः स्वाधीनं कस्त्यजति सुखमिच्छत्यथ परम् ॥ २५ ॥ મૂલાર્થ : આ સંસારમાં હાથી, અશ્વ, ગાય, બળદ વગેરેના સમૂહથી બને તે રાજલક્ષ્મી છે. તો શું જ્ઞાન, ધ્યાન, અને પ્રથમથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી યોગીજનોના મનને વિષે નથી હોતી ? વળી જે બાહ સ્ત્રીઓ આ સંસારમાં હોય છે તેમ યોગીના મનમાં આત્મરતિ તે સ્ત્રીરૂપ નથી ? તેથી કોણ વિદ્વાન આવું સુખ છોડી પરમ; સુખ ઇચ્છે ?
૬૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org