________________
કુશળ સ્ત્રીને દાકારક લાગે છે, તેમ તત્ત્વનિપૂણને સંસારનો સંગ દાકારક છે. [९७] प्रभाते सञ्जाते भवति वितथा स्वापकलना ।
द्विचन्द्रज्ञानं वा तिमिरविरहे निर्मलद्दशाम् ॥ तथा मिथ्यारुपः स्फुरति विदिते तत्त्वविषये ।
भवोऽयं साधूनामुपरतविकल्पस्थिरधियाम् ॥ २२ ॥ મૂલાર્થ : જેમ પ્રભાતકાળ થયે સ્વપ્નની રચના નિષ્ફળ જાય છે. અથવા તિમિર જાતિના નેત્રવ્યાધિનો નાશ થયે નિર્મળ દષ્ટિવાળાને બે ચંદ્રનું જ્ઞાન મિથ્યા ભાસે છે. તેમ તત્ત્વનો વિષય જાણવાથી જેમના વિકલ્પો શાંત થઈ સ્થિર બુદ્ધિ થયેલી છે, તેવા સાધુઓને આ સંસાર મિથ્થારૂપ ભાસે છે.
ભાવાર્થ : જેમ પ્રભાત થતાં સ્વપ્નસૃષ્ટિ સમાપ્ત થઈ જાય છે. અથવા મિથ્યા ભાસે છે. મોતિયા જેવા વ્યાધિથી બે ચંદ્રનું દેખાવું નેત્રરોગ દૂર થતાં નષ્ટ થાય છે, અર્થાત્ ભ્રાંતિ ટળે છે. તેમ પરમાર્થને જાણનારાના સંકલ્પ-વિકલ્પો શાંત થયા છે. ચિત્ત સ્વસ્થતા પામે છે. તેને આ સ્વપ્નમય જગત મિથ્યા ભાસે છે. [33] પ્રિયાવાળીવીળાશયનનુસઘનસુ
र्भवोऽयं पीयूषैर्घटित इति पूर्व मतिरभूत् ॥ अकस्मादस्माकं परिकलिततत्त्वोपनिषदा
मिदानीमेतस्मिन्न रतिरपि तु स्वात्मनि रतिः ॥ २३ ॥ મૂલાર્થ ઃ આ સંસાર પ્રિયાં, મનોહરવાણી, વીણા, શયન અને શરીર સંવાહન એ સર્વ પ્રકારના સુખરૂપ અમૃતવડે રચેલા છે. એ પ્રમાણે પ્રથમ માન્યતા હતી, અને હમણાં તો અકસ્માત અમને આત્મ તત્વનું ઉપનિષદ (જ્ઞાન) પ્રાપ્ત થવાથી એ સંસારમાં કંઈ પણ રતિ પ્રીતિ થતી નથી. ફક્ત આત્મા વિષે જ રતિ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ : અહો જીવ ! પૂર્વ અજ્ઞાનવશ તું ક્યાં હતો ? આ સંસારમાં પ્રિયાની વાણી, વીણાવાદન, શયન અને શરીર સુખના
ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org