________________
[९५] हसन्ति क्रीडन्ति क्षणमथ च खियन्ति बहुधा ।
रुदन्ति क्रन्दन्ति क्षणमपि विवादं विदधते ॥ पलायन्ते, मोदं दधति, परिनृत्यन्ति विवशाः ।
ભવે મોહમાવં વમપિ તનુમાનઃ પરિગતીઃ | ૨૦ || મૂલાર્થઃ આ સંસારમાં મોહના અપૂર્વ ઉન્માદને પામેલાં પ્રાણીઓ પરાધીનપણે ક્ષણ વાર હસે છે. ક્ષણવાર ક્રીડા કરે છે, ક્ષણમાં ઘણો ખેદ પામે છે. ક્ષણ વાર રૂદન કરે, આઝંદ કરે, વળી વિવાદ કરે. કોઈવાર નાખુશ થાય કોઈ વાર હર્ષ પામે અને નૃત્ય પણ કરે.
ભાવાર્થ : અહો ! અજ્ઞાન અને મોહવશ જીવની કેવી પરાધીનદશા છે. ક્ષણમાં હસે, ક્ષણમાં રડે, ક્ષણમાં અત્યંત વિલાપ કરે કે વિવાદ કરે, ક્ષણમાં નાખુશ થાય ક્ષણમાં હસે નાચે. જીવનભર આ પ્રમાણે કર્મના ધક્કે અનેક ક્રીડાઓ કરી જીવન વ્યર્થ ગુમાવે છે. [९६] अपूर्णा विद्येव प्रकटखलमैत्रीव कुनय
प्रणालीवास्थाने विधववनितायौवनमिव ॥ अनिष्णाते पत्यो मृगद्दश इव स्नेहलहरी ।
भवक्रीडा व्रीडा दहति हृदयं तात्त्विकद्दशाम् ॥ २१ ॥ મૂલાર્થ અપૂર્ણ વિદ્યાની જેમ પ્રગટ જાણેલી ખલની મિત્રાઈની જેમ સભામાં અન્યાયની પરંપરાની જેમ વિધવા સ્ત્રીના યૌવનની જેમ અને અકુશળ પતિને વિષે મૃગાક્ષીની સ્નેહલહરીની જેમ આ ભવક્રીડારૂપી લજ્જા તત્ત્વદૃષ્ટિવાળા પુરુષોના હૃદયને બાળે છે.
ભાવાર્થ : પરમાર્થની દૃષ્ટિવાળા જીવોની મનોવૃત્તિ દઢ હોય છે. તેથી જેમ અપૂર્ણ વિદ્યાવાળાને પંડિતોની સભામાં ક્ષોભ થાય છે. તેમ સંસારને વિષે પૂર્વે કરેલી સંસારની સુખની ક્રીડા તેમને પરમાર્થ દૃષ્ટિ પ્રાપ્ત થથા ક્ષોભ-દાહ પેદા કરે છે.
વળી મિત્રે કરેલી ઠગાઈથી જેમ જીવને ખેદ થાય છે, તેમ સંસારના સેવનનું નિર્ગુણપણે તેમને ખેદ આપે છે. વળી વિધવા સ્ત્રીનું યૌવન પ્રતિપળે સંતાપકારક થાય છે, અને મૂર્ણપતિનો યોગ
૫૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org