________________
મૂલાર્થ : જીવ રાગજનિત પ્રેમના આરંભમાં દુઃખ પામે છે, ત્યાર પછી તે પ્રેમની સ્થિરતા માટે દુઃખો સહન કરે છે, અને તે પ્રેમનો વિનાશ થાય ત્યારે તે જીવ અત્યંત સંતાપને પામે, કુંભારના નિભાડામાં નાંખેલા ઘડાની જેમ તપે છે. છેવટે દુષ્કર્મોના વિપાકથી ભવાંતરમાં ઘોર દુઃખ પામે છે.
ભાવાર્થ : હે જીવ ! કેવા ખેદની વાત છે કે પૌગલિક પદાર્થ, સ્ત્રી-પુત્રાદિકનો પ્રેમ મેળવવા તું દુઃખ પામે છે. કદાચ પ્રેમ મળે તો તેને ટકાવવા તેઓને ખુશ રાખવા કષ્ટ સહન કરે છે. ધનાદિક મેળવે છે. વળી તે સર્વે જીવો મરણાધીન હોવાથી તેના વિયોગે પ્રેમવશ પાછો દુઃખી થાય છે. જાણે કુંભારે ભઠ્ઠીમાં નાખેલા ઘડાની જેમ તું તપતો રહે છે. વળી પ્રેમવશ બાંધેલા નવીન દારૂણ કર્મોનું ફળ આવે ત્યારે તારે ભવાંતરમાં અધોગતિનાં દુઃખ ભોગવવાં પડે છે. છતાં કઠણ મનવાળો તું સંસારમાં રહી શકે છે તે આશ્ચર્ય
[९४] मृगाक्षीदग्बाणैरिह हि निहतं धर्मकटकं ।
विलिप्ता हृद्देशा इह च बहुलै रागरुधिरैः ॥ भ्रमन्त्यूज़ क्रूरा व्यसनशतगृध्राश्च तदियं ।
महामोहक्षोणीरमणभूमिः खलु भवः ॥ १९ ॥ મૂલાર્થ : આ ભવરૂપી રણભૂમિને વિષે સ્ત્રીઓના દૃષ્ટિરૂપી બાણોએ કરીને ધર્મરૂપી સૈન્ય હણાયું છે. તેથી એ ભવરૂપી રણભૂમિમાં ઘણા રાગરૂપી રૂધિરવડે હૃદયના પ્રદેશો લિપ્ત થયા છે. તથા સેંકડો વ્યસનોરૂપી ક્રૂર ગૃધ્ર પક્ષીઓ મસ્તક પર ઊડે છે, તેથી ખરેખર આ ભવસંસાર મહામોહરાજાની રણભૂમિ જ છે.
ભાવાર્થ : કર્મશત્રુઓથી ઘેરાયેલી આ ભવરૂપી રણભૂમિને વિષે વિકારજનિત દષ્ટિના (સ્ત્રી) બાણોથી ધર્મરૂપી સૈન્ય હણાઈ રહ્યું છે. તેથી રણભૂમિ જેમ ઘાયલ સૈન્યથી રૂધિરવાળી બને છે તે જીવનું હૃદય રાગાદિ વડે લિપ્ત થાય છે. તેમાંય વ્યસનોથી પરાધીન બનેલો જીવ મહામોહનીય કર્મની રણભૂમિમાં દુ:ખ પામે છે.
ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org