________________
[९२] प्रिया प्रेक्षा, पुत्रो विनय, इह पुत्री गुणरति
विवेकाख्यस्तातः परिणतिरनिन्या च जननी ॥ विशुद्धस्य स्वस्य स्फुरति हि कुटुम्ब स्फुटमिदं ।
भवे तत्रो दृष्टं तदपि बत संयोगसुखधीः ॥ १७ ॥ મૂલાર્થ : આ આત્યંતર કુટુંબમાં પ્રેક્ષારૂપી પ્રિયા, વિનયરૂપી પુત્ર ગુણરૂપી પુત્રી, વિવેક નામનો પિતા, શુદ્ધ પરિણતિરૂપ માતા, આવું વિશુદ્ધ આત્માનું કુટુંબ પ્રગટપણે જણાય છે. છતાં અજ્ઞ એવા અનાદિથી ભમતા જીવે તે જોયું જ નથી. તેથી સ્ત્રીઆદિકના સંયોગ સુખની ઇચ્છા પ્રાણીઓને રહ્યા જ કરે છે.
ભાવાર્થ : અહો ! જ્ઞાનીજનોની કરુણા તો જુઓ. જગતમાં જન્મેલાની ઇચ્છાઓ તૃપ્ત થાય તેવું કુટુંબ (ધાર્મિક) આપ્યું, કે જેમાં ક્યારે વિષમતા જ ન આવે. ભાઈ ! તારે સ્ત્રીનું સુખ જોઈએ છે તો ભલે તું તત્ત્વો વડે ઉત્તમ ભાવનારૂપ તારી પ્રિયાનું સુખ પામ.
તને પુત્ર પ્રાપ્તિની વાંછા છે, તારામાં રહેલા (નમ્રતા) વિનયગુણને જન્મ આપ.
તને પુત્રીની આકાંક્ષા છે તો રત્નત્રયમય ગુણરતિ-(પ્રેમ) નામની પુત્રીને પ્રગટ કર. અને તને શિરછત્રરૂપ પિતાની જરૂર છે તો હિતાહિતનું ભાન કરનાર વિવેકને છત્રરૂપ ધારણ કર. અને તને માતાનું વાત્સલ્ય જોઈએ છે. તો એ તો તારી તદ્દન સમીપે રહેલી તારી શુદ્ધ પરિણતિના ખોળામાં બેસી જા. અરે તારે ભાંડુ-ભગિનીની જરૂર હોય તો તે પણ તને નિર્દોષ પ્રેમ અને સમતાથી મળશે. આ રીતે તારા કુટુંબનો ગમે તેટલો વિસ્તાર થશે તો તેમાં દોષરહિત આત્માના અધ્યાત્મનો વિકાસ થશે. આવા આત્યંતર કુટુંબનું નિર્દોષ સુખ છોડીને તું બાહ્ય કુટુંબના સંઘર્ષો શા માટે ઊભા કરે છે ? [૧૨] પુરા પ્રેમ રમે તદનું તષ્ઠિત ને
तटुच्छेदे दुःखान्यथ कठिनचेता विषहते ॥ विपाकादापाकाहितकलशवत्तापबहुलाजनोयस्मिन्नस्मिन्क्वचिदपि सुखं हन्त न भवे ॥ १८ ॥
પ૯ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org