________________
મૂલાર્થઃ અહો ! લોકો પોતાનો મોટો સ્વાર્થ હોય ત્યારે સ્વજનાદિકોને સ્તુતિ અથવા ધન વડે પોતાના પ્રાણોએ કરીને ધારણ કરે છે. અને તેઓને સ્વાર્થ ન હોય ત્યારે અતિનિર્દયપણે તૃણની જેમ ત્યજી દે છે. વળી હૃદયને વિષે વિષ અને મુખમાં અમૃત ધારણ કરે છે. એમ વિશ્વાસનો ઘાત કરનાર આ ભવથકી તને વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી તો પછી તને અધિક શું કહેવું ?
ભાવાર્થ : અહો ! આ સંસારનું સ્વરૂપ તો જુઓ. સ્વાર્થ હોય ત્યારે સર્વે સ્વજનાદિકને મીઠી વાણીથી કે ધનાદિક વડે ખુશ રાખે છે. તેમને પ્રેમપૂર્વક રાખે છે. પરંતુ સ્વાર્થ સિદ્ધ થયા પછી તે સ્વજનાદિકને નિર્દયપણે તૃણની જેમ ત્યજી દે છે. અને બહાર તો મીઠી વાણી વડે સારો દેખાય છે. અંદરમાં કાતિલ ઠંખ રાખે છે. અન્યનું અહિત ઇચ્છે છે. હે જીવ ! સંસારની આ ઘટમાળ જોઈને તું વૈરાગ્ય ધારણ કર. [९१] दशां प्रान्तैः कान्तैः कलयति मुदं कोपकलितै
रमीभिः खिनः स्याद धनधननिधीनामपि गुणी ॥ उपायैः स्तुत्याद्यैरपनयति रोषं कथमपी
ત્યો મોદવે મવમવનષધટના / ૧૬ / મૂલાર્થ : ગુણીજનો પણ મોટા ધનવાનના મનોહર દષ્ટિના પ્રાંત ભાગે કરીને હર્ષ પામે છે. અને તેમની રોષયુક્ત દૃષ્ટિથી ખેદ પામે છે. તથા તે વખતે સ્તુતિ વગેરે ઉપાયો કરીને મહા પ્રયત્ન તેમનો રોષ દૂર કરે છે. માટે અહો ! આ મોહનીય કર્મની કરેલી જ આ પ્રકારની ભવગૃહની વિષમતા છે. '
ભાવાર્થ : મોહની પરવશતા કેવી છે ? કે સંસારમાં વિવેકાદિક કે કોઈ કુશળતાએ કરીને ગુણવાનને પણ અધિક ધનવાનની પ્રસન્ન દૃષ્ટિની અપેક્ષા રાખવી પડે છે, અને તેમની પ્રસન્નતા તેને આનંદ આપે છે. તેઓની કોપયુક્ત દષ્ટિ વડે પોતે દુઃખી થાય છે. અને તેને ખુશ કરવા તેમની સ્તુતિ કરવી પડે છે. પોતે ગુણવાન છતાં ધનવાનની ખુશામત કરવા જેવી આ સંસારની વિષમતા છે. તેમાં રાચીને રહેવું શું ?
ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org