________________
નિવાસ કરવાથી કલ્પેલા સુખને અમે ક્યા નામથી વર્ણન કરીએ ? કેમ કે આ ભવવાસમાં કામદેવરૂપી ઉદ્ધત શત્રુ અથવા ચોર ત્રણ ગુણરૂપી પૃથ્વીને ખોદે છે. તથા પડોશમાં રહેલા કુપરિણામનો નિરંતર કજીઓ ચાલે છે. અને મનમાં સંચાર કરતા અષ્ટમદરૂપી સર્પોના બીલો જોવા મળે છે.
ભાવાર્થ આત્માના ઐશ્વર્યને નહિ જાણતા પૌદ્ગલિક પદાર્થમાં સુખ માનતા પામર જીવો ભવરૂપી ગૃહમાં જન્મ મરણના દુઃખ છતાં તેમાં જ રહેવામાં સુખ માને છે, તેનું ક્યા નામથી વર્ણન કરીએ ?
આ ભવરૂપી ગૃહમાં ઉદ્ધત એવો કામદેવ સ્ત્રી-પુરુષ અન્યોન્યમાં અમર્યાદિત વિલાસ ભોગવે છે. એ કામદેવનામનો શત્રુ જીવના રત્નમય ત્રણ ગુણરૂપી સમતાયુક્ત પૃથ્વીને ખોદી નાંખે છે. અર્થાત્ બોધિબીજનું મૂળ ઉખાડી નાંખે છે.
આવા આ ભવગૃહને વિષે જીવો કષાય પરિણામથી ઉત્પન્ન થયેલી નિંઘપરિણતિ દ્વારા નિરંતર કલેશ પામે છે. વળી અહંકારથી ભરેલા તેના મનમાં જાતિ આદિ આઠ પ્રકારના મદ જાણે સર્પોને રહેવાના રાફડા હોય તેમ વાસ કરે છે, આવા સંસારગૃહમાં સુખ ક્યાં હોય ? તેને સુખનું નામ પણ કેમ આપી શકાય ? [s] તૃષાર્તા વિદ્યત્તે વિવિશ યત્ર વિનઃ |
कारालक्रोधार्काच्छमसरसि शोषं गतवति ॥ स्मरस्वेदक्लेदग्लपितगुणभेदस्यनुदिनम् ।
भवग्रीष्मे भीष्मे किमिह शरणं तापहरणम् ॥ १३ ॥ મૂલાર્થ : જે ભવરૂપી ગ્રીષ્મકાળમાં અતિ ઉગ્ર ક્રોધરૂપી સૂર્યથી સમતા સરોવર શોષાઈ જાય છે, છતાં વિષયને પરાધીન થયેલાં ભવ્ય પ્રાણીઓ તૃષા વડે પીડા પામીને ખેદયુક્ત થાય છે, જે ભવરૂપી ગ્રીષ્મકાળે નિરંતર કામદેવરૂપી પરસેવાની આદ્રતા ગુણરૂપી મેદસને ગ્લાનિ પમાડે છે, એવા ભવરૂપી ગ્રીષ્મઋતુને વિષે તાપનું હરણ કરનારને ક્યું શરણ છે ?
ભાવાર્થ : હે ભવ્યાત્માઓ ! ગ્રીષ્મકાળમાં જેમ સરોવરનાં પાણી
ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : પ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org