________________
ચોતરફ વિસ્તાર પામેલા અપયશરૂપી ભસ્મના ઢગલા જોવા મળે છે. તેથી આ સંસાર સ્મશાન સદુશ છે.
ભાવાર્થ: હે ભાઈ ! તું વિચાર કર સ્મશાનમાં શું હોય? ગીધો શબ પર ઊડતાં હોય. શિયાળવાં ઘૂમતાં હોય. ઘુવડ કટ્ટ શબ્દો બોલતું હોય. એવા સ્મશાન સમાન સંસારમાં સુખ કે પ્રસન્નતા આપનારી કોઈ વસ્તુ હોઈ શકે ?
આ સંસારમાં તીવ્ર ક્રોધ ગીધરૂપે રહેલા છે. અવિરતિરૂપી શિયાળણી ભ્રમણ કરે છે. અર્થાતુ અવિરતિ પશુ સમાન છે. કામદેવ પ્રાય રાત્રે ઉત્પન્ન થાય છે. તેથી ઘુવડ જેવો તે રાત્રિએ પ્રગટ થાય છે. વળી સંસાર સંયોગ વિયોગની કથનીવાળું છે, તેથી વિયોગમાં સંતાપનો હેતુ બને છે. અને ચારે બાજુ જીવને અપયશાદિનો ભય વિસ્તાર પામે છે. આવા આ સંસારમાં સુખ ક્યાં શોધવું ? જ્યાં સુખનો લેશ છે નહિ ત્યાંથી સુખની પ્રાપ્તિ કેમ થાય ? [८५] धनाशा यच्छायाप्यतिविषममूर्छाप्रणयिनी ।
विलासो नारीणां गुरुविकृतये यत्सुमरसः ॥ फलास्वादो यस्य प्रसरनरकव्याधिनिवह
स्तदास्था नो युक्ता भवविषतरावत्र सुधियाम् ॥ १० ॥ મૂલાર્થ : આ સંસાર વિષવૃક્ષ સમાન છે, કેમ કે ધનની આશારૂપ આ વિષવૃક્ષની છાયામાત્ર અતિ વિષમ મૂછને આપનારી છે. તથા સ્ત્રીઓના વિલાસરૂપ. જેનો મુખ્ય પરાગ છે, તે પણ મોટા વિકારને માટે થાય છે. જેના ફળનો આસ્વાદ નરકના વિસ્તીર્ણ વ્યાધિઓનો સમૂહ છે. એવા આ સંસારરૂપી વિષવૃક્ષને વિષે બુદ્ધિમાન પુરુષોએ આસ્થા રાખવા જેવી નથી.
ભાવાર્થ: ધનપ્રાપ્તિની ઇચ્છારૂપ આશા વિષવૃક્ષની છાયા છે. એ વિષવૃક્ષ તો દૂર રહો પણ તેની છાયા આત્માને મૂછવશ કરી નાંખે તેવી છે. ધન એ વિવેકનો નાશ કરનાર, અને આશા કે તૃષ્ણાને માટે વિરામસ્થાન છે. સ્ત્રી-પુરુષની અન્યોન્ય વિલાસવૃત્તિ મહા મોહનીય કર્મબંધનું કારણ બને છે. એ વિષવૃક્ષના ફળનો
ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : ૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org