________________
કે આ ધન, આ ઘર, આ પુત્ર, સ્ત્રી વગેરે મારાં છે. તેવા મોહને કારણે તેઓ દુઃખ પામે છે. વળી મૃગતૃષ્ણાની જેમ સાતાના સમયમાં મળેલાં સાધનોના અભિમાનમાં તેઓ પોતાને સુખી માને છે, તેઓ સુખની ભ્રાંતિવાળા છે. જેથી અંતે દુઃખ પામે છે. ડિર] પ્રિયાનૈદો સિરિઝડશો યામિકમ
पमः स्वीयो वर्गो धनमभिनवं बन्धनमिव ॥ मदामेध्यापूर्णं व्यसनबिलसंसर्गविषमम् ।
भवः कारागेहं तदिह न रतिः क्वापि विदुषाम् ॥ ८ ॥ મૂલાર્થ: જે સંસારરૂપી કારાગૃહમાં પ્રિયાનો પ્રેમ બેડી સમાન છે. પુત્રાદિક પરિવાર પહેરગીર-યોદ્ધા સમાન છે, અને ધન નવીન બંધને સમાન છે. વળી તે કારાગૃહ મદરૂપી અશુચિએ કરીને ભરેલું છે, વ્યસનરૂપી બિલોના સંસર્ગથી ભયાનક છે, એવા આ સંસારરૂપી કારાગૃહમાં વિદ્વાનજનોને કોઈ પણ સ્થાને રતિ-પ્રીતિ ઊપજતી નથી.
ભાવાર્થ : આ ભવરૂપી કારાગૃહમાં સ્ત્રી-પુરુષનો અન્યોન્ય રાગ તે બેડી જેવો છે. જ્યાંથી છૂટી શકાતું નથી. અને પુત્રાદિક પરિવાર તો જાણે પહેરેગીરની જેમ રોકી રાખે છે. ધર્મમાં પ્રવેશ કરવા દેતા નથી. અને વૃધ્ધિ પામતા ધનાદિથી અપરાધીની જેમ બંધાયેલો પુરુષ પરાભવ પામે છે. તે વધુ મેળવવાના મોહથી મુક્ત થતો નથી. આ કારાગૃહ ધન આદિના મમત્વરૂપ વિકારની અશુચિથી ખરડાયેલું છે. વળી વ્યસનાદિકરૂપ કષ્ટોથી ભયંકર છે. તેમાં વિદ્વાનજનો રોકાતા નથી. [८४] महाक्रोधो गृध्रोऽनुपरति शृगाली च चपला ।
स्मरोलूको यत्र प्रकटकटुशब्दः प्रचरति ॥ प्रदीप्तः शोकाग्निस्ततमपयशो भस्म परितः ।
श्मशानं संसारस्तदभिरमणीयत्वमिह किम् ॥ ९ ॥ મૂલાર્થ : જેને વિષે મહાક્રોધરૂપી ગૃધપલી રહેલાં છે. ચપળ એવી શિયાળણી રહેલી છે. કામદેવરૂપી ઘુવડ પ્રગટ રીતે કટુ શબ્દ કરતો સ્વેચ્છાએ ફરે છે. શોકરૂપી અગ્નિ તો પ્રદિપ જ છે. જેમાં
૫૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org