________________
તથા તે જીવહિંસા, મોટા આરંભો, પરસ્ત્રીસેવન જેવા નરકના ફળને આપનારા દોષારૂપી દાંતોને પ્રગટ કરે છે. તે ભવરાક્ષસ વિશ્વાસ કરવાને યોગ્ય નથી. [८१] जना लब्ध्वा धर्मद्रविणलवभिक्षां कथमपि ।
प्रयान्तो वामाक्षीस्तनविषमदुर्गस्थितिकृता ॥ विलुटयन्ते यस्यां कुसुमशरभिल्लेन बलिना ।
भवाटव्यां नास्यामुचितमसहायस्य गमनम् ॥ ६ ॥ મૂલાર્થ : મહાકષ્ટ કરીને પામેલી ધર્મદ્રવ્યના લેશરૂપી ભિક્ષાને ગ્રહણ કરીને ભવાટવીમાં પ્રયાણ કરનારા ભવ્યજનોને સ્ત્રીઓના સ્તનરૂપી વિષમદુર્ગમાં રહેલો કામદેવરૂપી બળવાન ભીલ લૂંટી લે છે. માટે તે ભવાટવીમાં ધર્મની સહાય વગર ગમન કરવું ઉચિત નથી.
ભાવાર્થ ઃ હે વિવેકી ! આ ભવાટવીમાં ભવ્યજનો મહાકષ્ટ કરીને તપ, દાન, શીલ, વ્રત પાલનાદિક ધર્મદ્રવ્યના કંઈક અંશને પામે છે. તેમને મનોહર નેત્રવાળી સ્ત્રીઓના સ્તનરૂપી કિલ્લામાં નિવાસ કરનાર કામદેવરૂપી ભિલ લૂંટી લે છે, અને તેને ધર્મરૂપી દ્રવ્યથી રહિત કરે છે. તે માટે વિવેકી જનોએ સમુદાયમાં વિહાર કરવો, સાધના કરવી, ધર્મ આરાધવો. વિષય વિલાસો પ્રત્યે જાગૃત રહેવું. [૨] ઘનું છે ને કે મમ સુતરનેત્રાહિમતો |
विपर्यासादासादितविततदुःखा अपि मुहुः ॥ जना यस्मिन् मिथ्यासुखमदभृतः कूटघटना
मयोऽय संसारस्तदिह न विवेकी प्रसजति ॥ ७ ॥ મૂલાર્થ : અજ્ઞ જીવ “આ ધન મારું, આ ઘર મારું, આ પુત્ર-સ્ત્રી વગેરે મારાં છે એમ કહે છે. એમ વિપર્યાસપણાથી વારંવાર ઘણું દુ:ખ પામ્યા છતાં પણ અસત્ સુખના મદને ધારણ કરનારા લોકો રહેલા છે. તેવો આ સંસાર પૂરો અસતુ રચનામય છે. તેથી વિવેકીજનો તેમાં આસક્તિ પામતા નથી.
ભાવાર્થ: આ સંસારમાં વિપરીત બુદ્ધિએ કરીને જીવો કહે છે
ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org