________________
इयं चिन्ताऽध्यात्मप्रसरसरसीनीरलहरी,,
सतां वैराग्यास्थाप्रियपवनपीना सुखकृते ॥ १ ॥ મૂલાર્થઃ પૂર્વે કહ્યા પ્રમાણે નિર્દભપણે આચરણ કરવામાં નિપુણ એવા બુદ્ધિમાને એક ક્ષણ વાર પણ મનને સ્થિર રાખીને ચિત્તમાં સંસારના સ્વરૂપનું ચિંતન કરવું. આ ભવ સ્વરૂપની ચિંતા અધ્યાત્મના વિસ્તારરૂપ સરોવરના જળકલ્લોલ જેવી છે. તે વૈરાગ્યની આસ્થારૂપ સુંદર વાયુથી પુષ્ટ થઈને પુરુષોને સુખદાયી થાય છે.
ભાવાર્થ ? દંભના દોષને જાણીને દંભરહિત ધર્માચરણ કરનાર બુદ્ધિમાન આત્માર્થીએ ચિરકાળ ભવસ્વરૂપનું ચિંતન કરવું. તેમ ન થઈ શકે તો અલ્પકાળ માટે પણ ભવસ્વરૂપનું ચિંતન કરવું.
ચાર ગતિના દુઃખને, જન્મ જરા અને મૃત્યુના દુઃખ વિષે વિચારીને મનને સમતામાં રાખીને સ્થિરતાથી ચિંતન કરવું. સૂમભાવે કરેલું સ્વભાવ સ્વરૂપનું ચિંતન અધ્યાત્મના વિસ્તારરૂપી સરોવરના જલતરંગની જેમ વિસ્તાર પામે છે. અર્થાત્ તે ચિંતન અધ્યાત્મરસમાં પુષ્ટિ કરનાર વૈરાગ્યને જન્મ આપે છે, તે મહાત્માઓને પરમજ્ઞાનાનંદની ઉત્પત્તિનું કારણ બને છે. દંભત્યાગ થવાથી જીવમાં સમતા પ્રગટ થાય છે. [૭૭] ફતઃ શાનિર્વતિ પરિતો યુસર ફતઃ |
पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिताः ॥ इतः क्रोधावर्तो विकृतितटिनीसङ्गमकृतः ।
समुद्रे संसारे तदिह न भयं कस्य भवति ॥ २ ॥ મૂલાર્થ : એક તરફ દુઃસહ કામરૂપી વડવાનલ ચોતરફ વળ્યા કરે છે, બીજી બાજુ વિષયરૂપી પર્વતના શિખર પરથી પથ્થરો પડે છે. વળી વિકારરૂપી નદીઓના સંગમથી ઉત્પન્ન થયેલાં ક્રોધના જનતરંગો ઊઠે છે. ત્યાં આ સંસારરૂપી ભવ સમુદ્રમાં કોને ભય ઉત્પન્ન ન થાય ?
ભાવાર્થ હે માનવ ! સર્વ વિવેકી પ્રાણીને ભવસમુદ્રરૂપી સંસારનો વિચાર કરતા ભય ઉત્પન્ન થાય છે. કારણ કે આ ભવસાગરમાં એક બાજુ જીવોને દુઃસાધ્ય એવા ઇન્દ્રિયના કામજનિત વિકારોની
૪૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org