________________
મેળવવાના વલખાનો હોય તો પછી, આ પરભવનું શું ? કારણ કે ભવ્યાત્મા જાણે છે કે આત્મા છે, નિત્ય છે, આ શરીર છૂટે કર્મવશ શરીર મળવાનું છે, શરીર મળે ત્યાં સુધી જન્મ, જરા, મરણ રોગ અને શોકનું દુઃખ રહેવાનું છે. માટે દેહથી મુક્તિ થાય એ જ કર્તવ્ય છે.
આમ જેને ભવસ્વરૂપની ચિંતા છે, તે આ ભવ અને પરભવ બંનેને સુધારે છે. એ માટે વસ્તુસ્વરૂપના ધર્મને જાણવાની અત્યંત આવશ્યકતા છે. જડના પરિણામો જડરૂપે પરિણમે છે. ચેતન ચેતનભાવે પરિણમે છે. એવું ચિંતન કરતા જીવમાં વૈરાગ્ય પેદા થાય છે. તે જાણે છે કે મારું રાખ્યું કશું રહેવાનું નથી. નાહક હું પૂરી જિંદગી ક્ષણિક વસ્તુને શાશ્વત બનાવવા વ્યર્થ પરિશ્રમ કરું છું. ચૌદરાજની યાત્રામાં કંઈ સુખ મળ્યું નથી. માટે આ ભવ વિરહ ઉપાય કરવાનો પરિશ્રમ કરી લેવો તે સાર્થક છે.
આવા આત્મવિચારમાં જવા માટે અધ્યાત્મ શાસ્ત્રો અને તેના અભ્યાસની જરૂર છે. તારાથી સંસાર ના છૂટતો હોય તો પણ ભવભીરૂ થઈને સંસારના પદાર્થોની તૃષ્ણા અને આસક્તિ ઘટાડજે. મોહજનિત પ્રકારોથી સાવધ રહેજે. તો ભવભ્રમણથી છૂટવાના યોગ ક્રમે કરીને મળશે.
કર્મની ગતિ અત્યંત વિચિત્ર છે. જીવનમાં ઉદ્ભવતા સંઘર્ષો, મતાગ્રહો, મનનાભેદ, વિચાર વૈમનસ્ય, પુણ્યની હીનતા જેવાં તત્ત્વો યુક્ત મળેલા સાંસારિક સુખ પણ આ જન્મે ભોગવાય તેમ નથી. તું વલખાં મારીને જિંદગી પૂરી કરે, તેના કરતાં અધ્યાત્મના રસને એક વાર ચાખી જો. એ અનુભવ તને ભવસ્વરૂપનું ચિંતન કરાવી તમામ ચિંતાથી મુક્ત કરશે.
પ્રબંધ ૧લો
ભવસ્વરૂપની ચિંતા-ચિંતન
[ ७६ ] तदेवं निर्दम्भाचरणपटुना चेतसि भवस्वरुपं संचिन्त्यं क्षणमपि समाधाय सुधिया ॥
ભવસ્વરૂપની ચિંતા-ચિંતન : ૪૫
Jain Education International
અધિકાર ૪થો
For Private & Personal Use Only
www.jainelibrary.org