________________
ભવસ્વરૂપ ચિતન-પ્રસ્તુતિ
આ કળિકાળમાં જો ચોતરફ કોઈનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય તો તે મોહનીયકર્મરૂપ રાજાનું છે. માદક પદાર્થની જેમ તે જીવોમાં પ્રસરી ગયો છે, એ નશામાં જીવને ભાન જ નથી રહેતું કે તેને આવો શુભ જન્મ શા માટે મળ્યો છે ? ત્યાં વળી તેને ભવનો ભય શું હોય અને ભવસ્વરૂપનું ચિંતન શું હોય ?
ગ્રંથકાર કહે છે કે આ ભવરૂપી ગ્રીષ્મકાળમાં અતિ ઉગ્ર ક્રોધાદિ કષાયથી આત્માનું સમતા સરોવર શોષાઈ જાય છે, છતાં વિષયને આધીન જીવ ભવથી ભય પામતો નથી. માટે હે ભવ્યાત્માઓ ! સમતાના અભાવથી જીવો તૃષાતૂર રહીને મરણને શરણ થાય છે તેમ તમે જાણો, અને ભવસ્વરૂપ ચિંતન કરો.
આ કાળમાં જડવાદનો પ્રસાર વૃદ્ધિ પામ્યો છે. તેઓને ભાવિભવની ચિંતા તો નથી પણ વર્તમાન જીવનની પણ વિશેષતા નથી. તેઓ આત્માનું અસ્તિત્વ જ સ્વીકારતા નથી, ત્યાં પછી આત્મવિકાસ કે અધ્યાત્મનો વિચાર તો ક્યાંથી કરે ?
અલ્પ આયુષ્યવાળી આ જિંદગીમાં અર્ધું આયુષ્ય તો જીવનું ક્યાં જાય છે તે વિચારવાનો પણ સમય હોતો નથી. ધન ઉપાર્જન જ જીવનનું સાધ્ય બની ગયું છે. ધન મળે પછી પરિવારાદિનો વિસ્તાર થઈ જાય છે. વળી યશકીર્તિમાં અટવાઈ જાય છે. ત્યાં એને પરલોકની પોક ક્યાં સંભળાય ?
સદ્દભાગ્યે તને આ કાળમાં અધ્યાત્મના શાંતરસ પેદા કરનારા ગ્રંથો મળ્યા છે તે તરફ તારું લક્ષ્ય થાય તો તને આ જન્મે અને ભાવિજન્મે સુખ શું છે. તે સમજાશે.
આ યુગમાં મળતાં શિક્ષણે તારા મગજને કેવું ધોઈ નાંખ્યું છે કે તું જ તારા આત્માને અંધકારમાં ધકેલી દે છે, કે જવા દો આ આત્મા જેવું કંઈ છે નહિ, આ ભોગ સુખ મળ્યા છે, તે ભોગલી લો. ભાવ્યાત્મા વિચારે છે કે જેટલો સમય આયુષ્યનો તેટલો સમય ધન એકઠું કરવાનો, પરિવારની પળોજણનો યશકીર્તિ
Jain Education International
૪૪
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org