________________
[ ७५ ] दम्भलेशोऽपि मल्लयादेः स्त्रीत्वानर्थनिबन्धनम् । अतस्तत्परिहाराय यतितव्यं महात्मना ॥ २२ ॥ મૂલાર્થ : દંભનો એક લેશ પણ મલ્લિનાથ વગેરેને સ્ત્રીવેદરૂપ અનર્થનું કારણ થયો તેથી મહાત્મા પુરુષે તેનો ત્યાગ કરવો.
ભાવાર્થ : દંભ-કપટ-માયાનો એક અંશ પણ મલ્લીનાથ, અને અન્ય જેણે દંભ કર્યો તે સૌને અનર્થનું કારણ બન્યું છે, માટે અધ્યાત્મરસી મહાત્માઓએ, આત્માર્થીએ, દંભનો ત્યાગ અવશ્ય કરવો. તે માટે સર્વભાવથી આદરથી સ્વામીનું સેવન કરવું. અને કપટરહિત પણે ધર્મારાધના કરવી. દંભરહિત થતાં ધર્મને જ ધર્મ માનવો. દંભ ત્યાગ થયા પછી ભવસ્વરૂપનું શુદ્ધ ચિંતન થાય છે.
દંભત્યાગ અધિકાર પૂર્ણ
*
“ભાવનાને વાસનારૂપ બનાવવી પડે. શુભ-પ્રશસ્ત ભાવનાઓ વાસનારૂપ એટલે કે અવિનાશી બની જવી જોઈએ, સુદ્રઢ બની જવી જોઈએ. એ માટે મન-વચન-કાયાથી પ્રયત્ન કરવો જોઈએ. કષાયો પર વિજય મેળવવો સરળ નથી. ચારે ચાર કષાયો પર વિજય મેળવવાનો છે. એ વિજય, માત્ર ધર્મક્રિયાઓથી મળતો નથી. એના માટે ભાવનાત્મક પુરુષાર્થ કરવો પડે છે. જ્ઞાનાત્મક પ્રયત્ન કરવો પડે છે.
સંસારની ચાર પ્રકારની વાસનાઓનો ત્યાગ કરીને, એની (કષાયોની) પ્રતિપક્ષી ચાર પ્રકારની વાસનાઓને સ્વાધીન કરવાની છે.”
Jain Education International
દંભ ત્યાગ : ૪૩
For Private & Personal Use Only
સામ્યશતકમાંથી
www.jainelibrary.org