________________
ગુમાવે છે અને તેને બાધક થાય તેવું ઘોર કર્મ બાંધે છે. [૭૨] માત્માર્થના તરસ્યાખ્યો મોડનર્વનિવર્ધનમ્ |
શુદ્ધિ વિનુમૂતચે-ચાને પ્રતિપતિ છે ૧૧ | મૂલાર્થ ? આવા કર્મ વિપાકને જાણીને આત્માર્થીએ અનર્થના કારણરૂપ દંભનો ત્યાગ કરવો. કારણ કે સરળ ચિત્તવાળો માનવ જ શુદ્ધિને પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ દંભી સાધક કે સાધુ ઘોર કર્મ બાંધે છે તેમ જાણીને આત્માર્થીએ અનર્થોના કારણભૂત, નરકાદિના દુઃખોના કારણભૂત દંભ કે માયાની વૃત્તિનો ત્યાગ કરવો. સરગચિત્ત માનવની શુદ્ધિ જ કર્મનો ક્ષય કરે છે. [૭૩] નિર્નિર્વાનુમતે વિવિ-વિષિદ્ધ વા ન સર્વથા |
कार्ये भाव्यमदम्भेने-त्येषाऽऽज्ञा पारमेश्वरी ॥ २० ॥ મૂલાર્થ : જિનેશ્વરોએ સર્વથા-એકાંતે કોઈ પ્રરૂપણા કરી નથી. તેમ જ કોઈ સિદ્ધાંતનો એકાંતે નિષેધ પણ કર્યો નથી. છતાં કોઈ પણ કાર્યને વિષે દંભનો એકાંતે નિષેધ એ તેમની આજ્ઞા છે.
ભાવાર્થ : તીર્થકરોએ કોઈ સિદ્ધાંતની એકાંતે પ્રરૂપણા કરી નથી કે કોઈ વિધિનો એકાંતે નિષેધ કર્યો નથી. ધાર્મિક કે અધાર્મિકપણાને એકાંતે કરવું કે ન કરવું તેમ કહ્યું નથી. છતાં દંભ માટે તો તેમણે આજ્ઞા આપી નથી. તેનો તો એકાંતે નિષેધ છે. તેથી દંભ મહા અનર્થકારક છે તેમ માની તેનો ત્યાગ કરવો. [७४] अध्यात्मरतचित्तानां दम्भः स्वल्पोऽपि नोचितः ।
छिद्रलेशोऽपि पोतस्य सिन्धुं लङ्घयतामिव ॥ २१ ॥ મૂલાર્થ: સમુદ્રનું ઉલ્લંઘન કરનારને વહાણના લેશમાત્ર પણ છિદ્રની જેમ અધ્યાત્મને વિષે જેમનું ચિત્ત આસક્ત છે એવા પુરુષને અલ્પ પણ દંભ ઉચિત નથી.
ભાવાર્થ : સમુદ્ર પાર જનારને જેમ વહાણમાં પડેલું એક પણ છિદ્ર હાનિકારક છે તેમ અદ્યાત્મ માર્ગમાં સેવેલો અલ્પપણ દંભનો દોષ હાનિકારક છે. અધ્યાત્મના રસને ઘાતક છે.
૪૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org