________________
પોતે મુનિ કહેવડાવે છે, તેવા ભ્રષ્ટ ચારિત્રીઓનું નામ લેવું પણ દોષને પાત્ર છે, તો તેમના વંદન સ્તુતિ કે સેવા કરવાથી કંઈ લાભ ન થતાં હાનિ થાય છે. [६९] कुर्वते ये न यतनां सम्यक् कालोचितामपि ।
तैरहो यतिनाम्नैव दाम्भिकैर्वञ्च्यते जगत् ॥ १६ ॥ મૂલાર્થ : જે કાળને અનુસરીને યત્નાને યોગ્ય ક્રિયા કરતા નથી, તે દાંભિકો યતિનું નામ ધારણ કરી જગતને છેતરે છે.
ભાવાર્થ : જેઓ ભલે દ્રવ્ય ક્ષેત્રાદિ કે પંચમકાળને અનુસરીને કે વય મર્યાદામાં રહીને ઉચિત યત્ના કે સંયમનું પાલન કરતા નથી તે સાધુવેશધારી દાંભિકો ચારિત્રનું રક્ષણ કરતા નથી. જાણે રાજા વિનાનું રાજ્ય હોય તેમ આવા સાધુઓ ભોળાજનોને લૂંટે છે, તેમને છેતરીને તેમની પાસેથી દ્રવ્યાદિક મેળવે છે. [૭૦] ઘMતિધ્યાતિનોમેન પ્રતિનિનાવઃ !
तृणाय मन्यते विश्वं हीनोऽपि धृतकैतवः ॥ १७ ॥ મૂલાર્થ : ધર્મવાન થવાના લોભથી પોતાના દોષોને ઢાંકી દીધા છે, તેવો ગુણહીન દાંભિક સાધુ હૃદયમાં કપટ ધારણ કરીને આખા વિશ્વને તૃણ સમાન માને છે.
ભાવાર્થ : ધર્મના આચારને ત્યાગી દીધો છે એવો સાધુ આત્મપ્રશંસાના લોભથી પોતાના દોષને ઢાંકે છે. પોતે ગુણરહિત છતાં તેમાં સુખ માનવાવાળો તે જગતના જીવોને તૃણસમાન માને છે. . [૭૦] ગૌત્તતો Mી પરેશાં વાપવીતિઃ |
बध्नाति कठिनं कर्म बाधकं योगजन्मनः ॥ १८ ॥ મૂલાર્થ ? ત્યાર પછી તે દાંભિક પોતાના ઉત્કર્ષથી અને બીજાના અપવાદથી યોગોત્પત્તિનું બાધક એવું કઠિન કર્મ બાંધે છે.
ભાવાર્થ : જગતના મુગ્ધ જીવોને તૃણ સમાન માનીને, વળી પોતાને ધાર્મિક પ્રસિદ્ધિ મળી જવાથી સ્વછંદે ચઢેલા એવો તે માયાવી શું પામે છે ? જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિરૂપ શુદ્ધ યોગને
દંભ ત્યાગ : ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org