________________
[૬૬] હિતુ ન યોનિક-મખાં દૃાવાનું ।
संविज्ञपाक्षिकः स स्यान्निर्दम्भः साधुसेवकः ॥ १३ ॥
મૂલાર્થ : જિનશાસનના અનુરાગવાળો જે મુનિ બાહ્ય વેશનો ત્યાગ કરી ન શકે તેણે દંભરહિત સાધુના સેવક થઈને સંવિજ્ઞ પાક્ષિક થવું.
ભાવાર્થ : જે મુનિ જિનેશ્વર અને જિનશાસનને વિષે આદ૨વાળો છે. ચારિત્ર ગ્રહણ કરેલું છે. તે પાળવા અસમર્થ થાય ત્યારે પણ શાસનના ભયથી વેષનો ત્યાગ કરવા સમર્થ ન થાય તો તેણે દંભ રહિત ઉચ્ચ સાધુ મહાત્માઓની સેવા કરવી, તેમના ગુણાનું રાગી થવું. તેમને પોતાનો દોષ જણાવી તેમના સેવક થઈને રહેવું. તો દંભ સ્વયં નષ્ટ થઈ જશે.
[૬૭] નિર્વમ્ભસ્યાવસત્રસ્યા-વ્યસ્ય શુદ્ધાર્થમાળિઃ |
निर्जरां यतना दत्ते स्वल्पापि गुणरागिणः ॥ १४ ॥ મૂલાર્થ : મંદક્રિયાવાન છતાં પણ નિર્દભ, શુદ્ધ અર્થને કહેનાર, તથા ગુણાનુરાગી એવા મુનિની થોડી પણ યત્ના નિર્જરા આપે
છે.
ભાવાર્થ : મંદ ક્રિયાના ઉદ્યમવાળો, હોવા છતાં જો તે નિર્દભ છે, ગુણાનુરાગી છે, તથા અલ્પ વ્રતોને પાળનારો નિષ્કપટ છે તો તેના કર્મ હાનિ પામે છે. દંભ રહિત સાધુતાથી અલ્પ પણ નિર્જરા થાય છે. માટે ઉત્તમ સાધુપણાને પામીને દંભ દ્વારા તેને ક્લુષિત કરવું નહિ.
[૬૬] વ્રતમારાસહત્વ ચેવિવન્તોઽયાત્મનઃ સ્ફુટમ્ । दम्भाद्यतित्वमारव्यान्ति तेषां नामापि पाप्मने ॥ १५ ॥
મૂલાર્થ : પોતે પ્રગટપણે જ પોતાના વ્રત પાલનમાં અસમર્થ છતાં દંભથી પોતાના મુનિપણાને પ્રગટ કરે છે. તેના નામ-વંદનાદિ પાપનું કારણ બને છે.
ભાવાર્થ : પંચ મહાવ્રતો આદિનું પાલન કરવા અસમર્થ છતાં વળી તે જાણવા છતાં, માયાનો આશ્રય કરી પોતાની પ્રશંસા વડે
Jain Education International
૪૦
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org