________________
પ્રવજ્યાને ગ્રહણ કર્યા પછી મૂર્ખ માનવ દંભ વડે તે પ્રવજ્યાનો લોપ કરે છે.
જેમ કોઈ સુંદર ચિત્રને મેશના ચૂર્ણ દ્વારા નષ્ટ કરે છે, તેમ દંભવડે મૂર્ખાઈ પામેલો સાધુ સાધુપણાનો સ્વયં લોપ કરે છે. [૬૪] અને મિં, તનૌ રામો, વને હિદ્દિને નિશા।
પ્રત્યે મૌર્યં, ઋતિઃ સૌપ્લે, થર્મો ક્ષ્મ ઉપવિઃ || ૧૧ || મૂલાર્થ : કમળને વિષે હિમ, શરીરને વિષે રોગ, વનને વિષે અગ્નિ દિવસને વિષે રાત્રિ, ગ્રંથને વિષ મૂર્ખતા, સુખને વિષ કલહ, ધર્મને વિષે દંભ આ સર્વ ઉપદ્રવ છે.
–
ભાવાર્થ : દંભ કેવો દારુણ છે તેને વિવિધ યુક્તિથી સમજાવે છે. હિમ પડવાથી ખીલેલું કમળ કરમાઈ જાય છે. શરીર રોગથી ક્ષીણ થાય છે, દાવાનળથી જંગલ ભસ્મ થાય છે. દિવસ છતાં અંધકાર દુ:ખદાયી છે. શાસ્ત્રજ્ઞાન રહિત માનવ મંદબુદ્ધિ છે. સાંસારિક સુખ હોવા છતાં સંઘર્ષ કરે છે. તેમ ધર્મમાર્ગમાં જે દંભ કરે છે. તે મહા અનર્થને પામે છે. તેનો આત્મવિકાસ રુંધાઈ જાય છે, ગુણો હાનિ પામે છે. અજ્ઞાનરૂપ અંધકારથી જીવન વ્યર્થ જાય છે. અને જીવ અશાંતિ ભોગવે છે.
[૬૬] ત વ ન ચૌ થતું મૂનોત્તરનુળાનનમ્ ।
युक्ता सुश्राद्धता तस्य न तु दम्भेन जीवनम् ॥ १२ ॥
મૂલાર્થ : એ જ ઉપરના કારણથી જે સાધુ મૂળ તથા ઉત્તર ગુણોને ધારણ કરવા સમર્થ ના હોય તેને સત્ શ્રાવકપણું જ યુક્ત છે. પણ દંભ વડે જીવવું વ્યર્થ છે.
ભાવાર્થ : દંભવડે સેવાતો બાહ્યધર્મ પરમાર્થના હેતુરૂપ થતો નથી. તે માટે મુનિ ધર્મવૃક્ષનું મૂળ પંચમહાવ્રતરૂપ મૂળ ગુણો અને આહાર શુદ્ધિ આદિ ઉત્તર ગુણોનું પાલન કરવા સમર્થ ન હોય તેણે લોકલજ્જા કે પૂજા સત્કાર જેવા કારણોથી મુનિપણાનો વેશ ધારણ કરવો તે દંભ છે. એવું ભ્રષ્ટપણે ચારિત્ર પાળવું તેના કરતાં શ્રાવકપણે રહી યથાશક્તિ દેશવિરતિપણું પાળવું યોગ્ય છે.
દંભ ત્યાગ : ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org