________________
આવા વ્યર્થ લાભની અપેક્ષા વડે તે દંભી-મૂર્ખ માનવ જ્યારે સાચી વાત પ્રગટ થાય ત્યારે સ્વયં પોતે જ અપયશ પામે છે. અને આત્મઅહિત કરે છે. માટે આત્મહિતેચ્છુએ તો દંભનો હંમેશાં ત્યાગ કરવો.
[૬૧] અસતીનાં થયા શીત-મશીનચૈવ વૃદ્ધયે | दम्भेनाव्रतवृद्धयर्थं व्रतं वेषभृतां तथा ॥ ८ ॥
મૂલાર્થ : જેમ અસતી સ્ત્રીનું શીલ તે અશીલ દુષ્ટ આચારોની જ વૃદ્ધિ કરે છે. તેમ માત્ર વેશધારી સાધુપુરુષનું દંભસહિત વ્રત પણ અવ્રતની જ વૃદ્ધિ કરે છે.
ભાવાર્થ : અહો કર્મની વિચિત્રતા ! જેમ અસતીનું શીલ મનશુદ્ધિ વાળું નહિ પણ લોકલજ્જાયુક્ત, કે પરિવારના ભયવાળું હોય તો તે શીલ પણ અશીલપણું પામે છે, તેમ અંતરમાં કામના ધુમાડા ઊઠે અને દંભવડે એ દોષને ઢાંકવારૂપ સાધુપણું ધારણ કરનાર પણ વ્રતને વ્યર્થ કરે છે, અવ્રતમાં જ વૃદ્ધિ કરે છે. માટે હે સાધુ ! હૃદયપૂર્વક શુદ્ધ સાધુતાને ગ્રહણ કરવી. મહાપુણ્યે સાધુપણું પામ્યો છું તેને સાર્થક કરીલે.
[૬૨] ખાનાના અપિ તમ્મસ્ય રિતે વનિશા બનાઃ । तत्रैव धृतविश्वासाः प्रस्खलन्ति पदे पदे ॥ ९ ॥
મૂલાર્થ : અહો મૂર્ખજનો દંભના વિચેષ્ટિતને જાણીને પણ તે દંભ ઉપર શ્રદ્ધા રાખીને પગલે પગલે સ્કૂલના પામે છે.
ભાવાર્થ : અહો મૂર્ખજનો, દંભની વિડંબનાને જાણીને દંભમાં જ સુખ જોઈને, તેમાં શ્રદ્ધા રાખીને પગલે પગલે તિરસ્કાર પામે છે. દંભથી ધર્મભ્રષ્ટ થાય છે.
[૬૩] મને મોહસ્ય માહારૂં રીક્ષાં માનવીરૂપ ।
दम्भेन यद्विलुम्पन्ति कज्जलेनेव रुपकम् ॥ १० ॥
મૂલાર્થ : અહો મોહનું કેવું માહાત્મ્ય છે ? કે જેથી કાજળ વડે ચિત્રની જેમ દંભવડે ભગવતી દીક્ષાને તે નષ્ટ કરે છે.
ભાવાર્થ : અહો ! મોહનીયનો પ્રભાવ તો જુઓ ! જિનાજ્ઞાયુક્ત
Jain Education International
૩૮
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org