________________
ભાવાર્થ : જેમ રત્ન કે મૂલ્યવાન મણિ એબ-ડાઘને કારણે કે કોઈ ગરમી આદિના ત્રાસે કરી મૂલ્યહીન બને છે, તેમ અહો ! કેશના લોચનું કષ્ટ, પૃથ્વી પર શયન, શુદ્ધ આહારની ભિક્ષાવૃત્તિ, અને શુદ્ધ બ્રહ્મચર્ય, અપરિગ્રહ, પરિષહ – ઉપસર્ગનું સહન કરવું, સર્વે મોક્ષસાધક તત્ત્વો દંભરહિત હોય તો તે બાધકતા પામે છે. મહા મૂલ્યવાન ચારિત્ર્યના એ ગુણો મૂલ્યહીન બને છે, માટે તે સાધુ ! દંભ દ્વારા મહાકષ્ટ જીવતા એવાં મૂલ્યવાન ચારિત્રને નષ્ટ ન કર. [५९] सुत्यजं रसलाम्पटयं सुत्यजं देहभूषणम् ।
सुत्यजाः कामभोगाया, दुस्त्यनं दम्भसेवनम् ॥ ६ ॥ મૂલાર્થ: રસની લંપટતા સુ-ત્યજ છે, દેહના આભૂષણો સુ-ત્યજ છે, અરે કામભોગો પણ સુ-ત્યજ છે. (સુખે ત્યજી શકાય)
ભાવાર્થઃ “હે સાધુ ! કથંચિત સુંદર રસવાળા ભોજનનો સુખે ત્યાગ થઈ શકે, દેહના અલંકારો અનાયાસે ત્યજી શકાય. સ્પર્ધાદિ સુખ ભોગો પણ સુ-ત્યજ બની શકે, પણ સ્વાર્થજનિત દંભનું સેવન દોષોને ઢાંકવારૂપ માયાવીપણું મહાકષ્ટ ત્યજી શકાય તેવું છે. માટે તેનો મૂળ સહિત છેદ કરવો. [૬૦] સ્વયોનિદ્વવો નો પૂળી ચા નરવું તથા |
इयतैव कदर्थ्यन्ते, दम्भेन बत बालिशाः ॥ ७ ॥ મૂલાર્થ પોતાના દોષોનો નિન્હ છુપાવનાર) કરનાર માણસ લોકોમાં સત્કાર પામવા દંભ કરે છે. પરંતુ તે મૂર્ખજન પોતાના દંભ વડે જ કદર્થના દુઃખ) પામે છે.
ભાવાર્થ : અનાચારાદિ પોતાના દોષોને ઢાંકવા, અને નહિ પ્રગટેલા સદાચાર-શીલાદિ ગુણોને સ્વાર્થ માટે કહેવા, સાધુ ધારે છે કે એવા દંભ વડે ભોળાજનો મારો આહારાદિ દ્વારા સત્કાર કરશે. કારણ કે ભક્તજનો ગુણવાનની પૂજા કરવા પ્રેરાય છે. તેઓ મારો બાહ્યાચાર જોઈને લોકોમાં મારી પ્રશંસા કરશે, આથી મને મહાજનો જેવી પ્રતિષ્ઠા મળશે.
દંભ ત્યાગ : ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org