________________
દુર્ભાગ્યનું કારણ છે, સવિશેષ તો દંભ અધ્યાત્મસુખનું પ્રતિબંધક
છે..
- ભાવાર્થ : હે સાધક ! દંભ - માયાવીપણું, વ્યર્થ આડંબર એ સકલ કર્મના ક્ષયરૂપ આત્માના સર્વસુખને પ્રગટ કરનાર કલ્પલતાનો નાશ કરે તેવા અગ્નિ સમાન છે.
શુદ્ધ ધર્મ યુક્ત ક્રિયારૂપી ચંદ્રને વિષે દંભ કલંકરૂપ હોવાથી રાહુરૂપ છે, જે નિરંતર તેની સાથે રહી ચંદ્રના પ્રકાશને આવશે
વળી દંભી માણસ સર્વને અપ્રિય લાગે છે, તેવું તેનું દુર્ભાગ્ય છે. દંભ એ અધ્યાત્મના સુખને હણનારની જેમ મહા અવરોધ છે. અર્થાતુ દંભી - માયાવી મનુષ્ય અન્ય અપરાધ ન કરે તો પણ પોતાના દંભદોષથી વય પોતે જ સર્ષની જેમ અવિશ્વાસને પાત્ર બને છે. માટે દંભ ત્યાગ એ અધ્યાત્મની પાત્રતા છે. [५५] दम्भो ज्ञानाद्रिदम्भोलिर्दम्भः कामानले हविः ।। ___ व्यसनानां सुहृदम्भो, दम्भश्चौरो व्रतश्रियः ॥ २ ॥
મૂલાર્થ ? દંભ એ જ્ઞાનરૂપી પર્વતને વજરૂપ છે. દંભ એ કામદેવ રૂપી અગ્નિને વિષે ઘી રૂપ છે, દંભ એ દુઃખનો મિત્ર છે, અને વ્રતરૂપી લક્ષ્મીનો ચોર છે.
ભાવાર્થ ? શાની દૂર રહેલા પદાર્થને જોવા શક્તિમાન હોય છે, જેમ પર્વત પરથી દૂરના પદાર્થો જોઈ શકાય છે. એવા જ્ઞાનરૂપી પર્વતનો વિનાશ કરવામાં દંભ માયા વજનું કામ કરે છે.
કામદેવ સાધકની વૃત્તિઓને ઉત્તેજિત કરે છે, તેથી તે અગ્નિ સમાન છે, તેમ દંભ એ અધ્યાત્મમાર્ગમાં અગ્નિને જેમ ઘી ઉત્તેજિત કરે તેમ સ્વાર્થીદિને ઉત્તેજિત કરે છે.
દંભ દ્વારા અન્ય કષ્ટોને આશ્રય મળે છે, અર્થાતુ દંભ અન્ય દોષોને આશ્રય આપનાર તેના મિત્ર સમાન છે તથા મહાવ્રતાદિનું આરાધન કરનારની શક્તિરૂપ લક્ષ્મીનું હરણ કરનાર હોવાથી તેને ચોરની ઉપમા આપી છે. આ પ્રકારે દંભ અત્યંત દુઃખદાયક છે,
દંભ ત્યાગ : ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org