________________
આત્મા અને દેહની ભિન્નતાને જાણે. માન મેળાની મીઠાશ લોકકલ્યાણ ને નામે ન ચઢાવતા નિઃસ્પૃહભાવે રહે.
આમ અપ્રમાદ અને વિવેક જેનામાં સતત વાસ કરે છે, તેનાથી દંભ દૂર રહે છે. અધ્યાત્મ વિકાસ પામે છે. ત્યાગ ક્ષેત્ર જ એવું છે કે પરિગ્રહમાં ગળાબૂડ જીવોને તેનું માહાત્મ્ય આવે છે, તેથી તેઓ ત્યાગીઓનો આદર કરે છે, તેઓ નમે અને ત્યાગીને અહં આવે તો પેલું અધ્યાત્મ તેમના જીવનમાં એક પવનની લહેર જેટલું પણ ફકતું નથી.
અંધોઅંધ પલાય તેમ જનગણ તો આંધળાની જેમ દોડે પણ ત્યાગી જો અંધ બને તો જનગણને જે નુકસાન થાય તેના કરતાં પણ અધ્યાત્મક્ષેત્રે દંભને પોષીને અંધ થનારને તો ભયંકર નુકસાન છે. ગમે તેવા પંડિતજનોનું પણ અહીં શીર્ષાસન થઈ જાય છે. માટે અધ્યાત્મક્ષેત્રે પંડિતાઈ કરતાં આત્મજ્ઞાનની વિશેષ આવશ્યકતા છે. આનંદઘનજીએ કહ્યું કે :
“મુક્તિ તણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે, વયરીડું કંઈ એહવું ચિંતે, નાંખે અવળે પાસે.”
આથી જ્ઞાનીજનોએ કહ્યું કે ભાઈ અધ્યાત્મક્ષેત્રના શિખરે પહોંચે ત્યાં સુધી ગુરુકૃપા બળવાન છે. માટે ‘અગણિત અનર્થોનું મૂળ આ દંભ છે' તેમ જાણી તેનો ત્યાગ કરવો. આત્મશુદ્ધિ નિર્દોષતાને અને સરળતાને વરેલી છે, અને તે ગુણો દ્વારા અધ્યાત્મ વિકાસ પામે છે.
પ્રબંધ ૧લો
દંભ ત્યાગ
[ ५४ ] दम्भो मुक्तिलतावह्निर्दम्भो राहुः क्रियाविधौ । दौर्भाग्यकारणं दम्भो, दम्भोऽध्यात्मसुखार्गला ॥ १ ॥ મૂલાર્થ : દંભ એ મુક્તિરૂપ લતાનું દહન કરવામાં અગ્નિસમાન છે. દંભ એ ક્રિયારૂપ ચંદ્રને વિષે રાહુ સમાન છે. દંભ એ
Jain Education International
૩૪
: અધ્યાત્મસાર
અધિકાર જો
For Private & Personal Use Only
www.jainelibrary.org