________________
આત્મા સ્વયં છેતરાય છે. અને દારુણ કર્મનો બંધ કરે છે. માટે જ જ્ઞાનીઓ કહે છે ભાઈ આ દંભને ઝેરી જંતુ માથા પર પડે અને જે ત્વરાથી ફેંકી દે તેનાથી પણ શીઘ્રતાએ દંભને ત્યજી દેજે.
આધ્યાત્મિક જીવનમાં પણ અંતરંગ શત્રુઓમાં શીવ્રતાએ ત્યજવા જેવો હોય તો દંભ છે. આત્માની શુદ્ધિને ડહોળી નાંખનાર, પ્રગતિમાં અવગતિ કરનાર આ દંભ છે. જે આત્માને વાસ્તવિક આધ્યાત્મિકતા પ્રગટી છે, તેને આ દંભ સતાવતો નથી. પરંતુ જેઓને હજી દિશા પકડાઈ નથી તેની દશા દંભ દ્વારા દયનીય બને છે.
બહારમાં મહાત્માપણાનું પુણ્ય ભલે તપતું હોય પણ તે આત્મા સ્વરૂપદર્શન સુધી પહોંચી શકતો નથી.
ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા,
ને ધર્મના ઉપદેશ રંજન લોકને કરવા કર્યા. આમ આધ્યાત્મિકક્ષેત્રે દંભ એ જ સ્વયંને ઠગે છે. અને પેલું મોહનીયકર્મ ત્યારે આત્માને એવો ભ્રમ પેદા કરે છે કે તને કંઈ દોષ લાગતો નથી, તું તો જ્ઞાની છું. જ્ઞાન સ્વરૂપે છું. આ તો જનકલ્યાણ છે, અને પાછું તે સર્વ સર્વશને નામે ચઢાવે છે કે શ્રી તીર્થકરે સ્વ-પર કલ્યાણ કરવાનું અને ક્રિયાઓનું વિધાન કરેલું
અધ્યાત્મ જીવનના પંથમાં પથ્થર બનીને દંભ જીવની નિર્મળતાને છિન્નભિન્ન કરી નાંખે છે. અને પછી તો તેના ફળસ્વરૂપે આત્મા દીર્ઘકાળ સુધી અધ્યાત્મના પંથનો એક અંશને પણ પામતો નથી.
છતાં આ દંભને પરિહાર કરવાનો ઉપાય મહાત્માઓએ શોધી લીધો અને તેનું દફન કરીને જ જંપ્યા છે. તેના અપ્રમાદ અને વિવેક એ મુખ્ય સાધન છે. અપ્રમાદ એટલે વિષય, કષાય, લોકેષણા જેવા પ્રપંચો પ્રત્યે સદાય જાગૃત. - વિવેક એટલે હેય અને ઉપાદેયનું સ્પષ્ટ ભાન, ત્યજવા જેવું છૂટી જ જાય. ઉપાદેય હોય તે આચરી જ લેવાય.
સંયમને બહાને દેહભાવનું પોષણ ન કરે, પણ વિવેકપૂર્વક
દંભ ત્યાગ : ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org