________________
દંભ : મિથ્યા, આડંબર સજ્જન દેખાવાનો ડોળ, અન્યને પ્રભાવિત કરવા માટે જ સદાચરણ અંતરંગ વૈરાગ્ય વગરનો વેશ, ગુણહીન છતાં ગુણવાન દેખાવાની માયાજાળ મુખમાં મીઠાશ અને અંતર કડવાશભરેલું આ દંભ છે.
કહેવત છે કે સારા કામમાં સો વિઘ્ન.
ભો ચેતન ! અધ્યાત્મનું શિખર સર કરતાં પહેલાં તળેટીમાં ઘણાં વિઘ્નો ઊભાં છે. કદાચ બાહ્યજીવનના દંભને ઢાંકી શકાય છે. પણ અંતરંગમાં ચાલતી દાંભિક વૃત્તિઓને ત્યજી દેવી દુર્લભ છે. બાહ્યમાં લોકસમૂહમાંથી મળતા માનપાનની મીઠાશ ત્યજી એકાંત આત્મશુદ્ધિ કરવી એ તો મહામુનિઓનું કામ છે. એ શિખરે પહોંચતાં દંભે કંઈકને પછાડી દીધા.
અગ્નિશર્મા તાપસ બન્યો. કદરૂપું શરીર અને થયેલી યાતનાથી દુ:ખગર્ભિત વૈરાગ્ય પામ્યો હતો. તાપસ થઈ ઉગ્ર તપશ્ચર્યા આરાધી અને મન ઉપર કાબૂ મેળવ્યો. સમતાને સાધ્ય કરવા જેવી દશાએ પહોંચ્યો. લોકસમૂહમાં દર્શનીય બની ગયો, અગ્નિશર્માના દર્શનમાં જનસમૂહ અહોભાવ માનતો.
અને.. કુદરતે કસોટી હાથ ધરી. એના ચિત્તમાં પડેલા સૂક્ષ્મસંસ્કારોને ઉત્તેજન મળી જાય, અને સમતા તૂટી જાય તેવું બની ગયું. - ત્રણ ત્રણ માસક્ષમણના પારણાનો યોગ જ ન બન્યો, અને મહાત્માની વિષમતાના સૂક્ષ્મ સંસ્કારોએ માથું ઊંચક્યું. કોપ આસમાને પહોંચ્યો. સવારે એક પ્રહર મૌનમાં બેસી, મુખને પૂરી સમતાના ભાવમાં રાખી જનસમૂહને દર્શન આપતા. તે મહાત્મા અંતરમાં ગુણસેનને મારું, મારું બસ મારનારો થાઉં એવું રટણ ચાલતું. જનસમુહ નમસ્કાર કરી ધન્યતા માનતો, મહાત્મા આર્તધ્યાનથી ગ્રસિત હતા. આવો દંભ જ્યારે આત્મા પર છવાઈ જાય છે ત્યારે
૩૨ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org