________________
તેથી ચેતના આત્મસન્મુખ થતી નથી. તથા ભવ્ય જીવને સંસારનું આવાગમન સંક્ષેપ થાય છે, ત્યારે સદૈવાદિની ઉપાસનારૂપ કંઈ ક્રિયાની રુચિ થાય છે, અને ધર્મભાવની શુભ પરિણતિને યોગ્ય એવું આત્મહિતનું આંશિક જ્ઞાન હોય છે. [५३] अतो ज्ञानक्रियारुपमध्यात्म व्यवतिष्ठते ।
एतत्प्रवर्धमानं स्यानिर्दम्भाचारशालिनाम् ॥ २९ ॥ મૂલાર્થઃ આથી એમ સમજવું કે જ્ઞાનક્રિયા બંને રૂપ અધ્યાત્મ છે. તે અધ્યાત્મ નિષ્કપટ આચાર વડે શોભતા એવા મહાત્માઓને વૃદ્ધિ પામતું જાય છે.
ભાવાર્થ આ પ્રથમ અધ્યાયનો મુખ્ય સાર જ્ઞાન-ક્રિયા યુક્તમોક્ષ માર્ગની પ્રરૂપણા છે. અર્થાત્ જ્ઞાન ક્રિયાથી યુક્ત અધ્યાત્મ છે. તે શિષ્ય ! પૂર્વે તે શુભભાવ અને રૂચિપૂર્વક જે અધ્યાત્મનું સ્વરૂપ પૂછવું તેનું રહસ્ય તને સમજાવ્યું. તે અધ્યાત્મ અન્ય વિષયોનો ત્યાગ કરીને જ્ઞાન અને ક્રિયાથી યુક્ત છે તેમ જાણ. શુદ્ધ અને નિષ્કપટ આચાર વડે, શુદ્ધ ધર્મના વ્યવહાર વડે શોભતા મહાત્માઓને વિષે એ અધ્યાત્મબુદ્ધિ પ્રગટ થાય છે.
દ્વિતીય અધ્યાત્મસાર અધિકાર સંપૂર્ણ
“હજુ સર્વનાશ નથી થયો, હજુ મનુષ્યજીવન છે; દેવ-ગુરુનું સાન્નિધ્ય છે, માટે નિરોગીનિરામય બનવાની તક છે. રાગના તીવ વિષનો ત્યાગ કરી દે. એ માટે વિવેકના અમૃત-સમુ માં કૂદી પડ... આત્મસ્નાન કર. જ્યાં સુધી રાગનું ઝેર ઉતરી ન જાય ત્યાં સુધી સ્નાન કરે જ જા. એક ક્ષણ એવી આવશે જ્યારે રાગનું ઝેર ઉતરી જશે. વિવેકનું અજવાળું પથરાશે. અને તું મોક્ષ માર્ગ પર દોડવા લાગીશ.”
સામશતકમાંથી
ગુરુ શિષ્ય સંવાદ ઃ ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org