________________
19) વાસ આવીને
ફિ0] માં સ્વતઃ શુદ્ધા, ક્રિયા તમાશુદ્ધિા /
___ मौनीन्द्रव्यवहारेण मार्गबीजं दृढादरात् ॥ २६ ॥
મૂલાર્થ : જિનેન્દ્રના વ્યવહાર-પક્ષે પ્રવર્તતા મનુષ્યની સ્વરૂપથી શુદ્ધ એવી ક્રિયા વિશુદ્ધિ કરનાર હોય છે. તેથી ક્રિયામાં આદરને કારણે તે માર્ગબીજનું (સમ્યકત્વનું) કારણ બને છે.
ભાવાર્થ જિનેશ્વરે પ્રણિત કરેલો મોક્ષ સાધક ક્રિયાના વ્યવહારનો સમન્વય કરીને જે મનુષ્ય વિશુદ્ધકરણ કરે છે તેને અમૃત ક્રિયાનું અનુષ્ઠાન છે. તે પુરુષ સ્વભાવથી નિર્મળ, નિર્દોષ અને સર્વજીવોને હિતકારક જે ક્રિયા કરે છે, તે આત્મવિશુદ્ધિ માટે થાય છે. આવા બહુમાનપૂર્વકની શુદ્ધ ક્રિયા રત્નત્રયરૂપ માર્ગના બીજને, સમક્તિને આપે છે. [9] ગુર્વાજ્ઞાપરન્ટેન ત્રચરીક્ષાપ્રદાપિ |
વીલાસમીક્ષા વદવઃ પરમં પલ ! ર૭ | મૂલાર્થઃ ગુરુની આજ્ઞાને આધીન રહેવાથી, દ્રવ્યદીક્ષા ગ્રહણ કરીને ઘણા ભવ્ય જીવો મોક્ષ પામ્યા છે.
ભાવાર્થ ઃ ગુરુ એટલે જ્ઞાન-શ્રુતવૃદ્ધની આજ્ઞામાં રહીને, ભલે તે છઠ્ઠા ગુણસ્થાનકને પામ્યા વગર બાહ્ય સાધુવેશને ગ્રહણ કરે, પરંતુ શુદ્ધ ક્રિયા વિષે અંતઃકરણની રુચિને કારણે વીર્યના ઉલ્લસિત થવાથી ઉત્તરોત્તર તે શુદ્ધિ પ્રાપ્ત કરે છે. તેવા ભવ્યાત્માઓ પણ અનુક્રમે પરમપદ, ઉત્કૃષ્ટ આનંદમય મોક્ષપદને પામ્યા છે, મહાવિદેહાદિકને વિષે મોક્ષપદ પામે છે અને પામશે. [५२] अध्यात्माभ्यासकालेऽपि क्रिया काप्येवमस्ति हि ।
___ शुभौधसंज्ञानुगतं ज्ञानमप्यस्ति किञ्चन ॥ २८ ॥
મૂલાર્થઃ અધ્યાત્મના સમીપકાળને વિષે પણ કંઈ ક્રિયા રહેલી છે અને શુભભાવને અનુસરતું જ્ઞાન પણ ત્યાં રહેલું છે.
ભાવાર્થ : ભવ્યાત્માનો એક પુદગલપરાવર્ત કાળ સંસાર શેષ રહે ત્યારે ચેતના આત્માની સન્મુખ થાય છે. જો અનેક પુદ્ગલપરાવર્તકાળ બાકી હોય તો જીવ ચિરકાળ દુર્ગતિમાં રહે છે,
૩૦ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org