________________
મૂલાર્થ : વિષય, આત્મા અને અનુબંધ એ ત્રણ વડે કરીને કર્મ ત્રણ પ્રકારનું છે તે ઉત્તરોત્તર શુદ્ધ છે. તેમાં પ્રથમ કર્મ પર્વતાદિકથી પડવું તે મુક્તિને માટે છે. અર્થાત્ ત્રણ પ્રકારની ક્રિયા કહે છે.
ભાવાર્થ ઃ ૧. વિષય કર્મ કોને કહે છે ? અગ્નિપ્રવેશ, જળપ્રવેશ, પર્વતાદિક પરથી પડતું મૂકવું. વિષયકર્મ છે.
૨. આત્મકર્મ – લોકસંજ્ઞાયુક્ત પોતાની મતિ કલ્પના અનુસાર મિથ્યાદૃષ્ટિના યમ નિયમાદિની ક્રિયા તે આત્મ કર્મ
૩. અનુબંધ કર્મ : આત્મ સ્વરૂપના લક્ષ્ય, શાંતવૃત્તિએ, તપ, શીલ, તથા શુભ ધ્યાનાદિક કરવું.
આ કર્મ સમગ્ર લોકને વિષે છે. દોષની હાનિની અપેક્ષાએ ઉત્તરોત્તર નિર્મળ છે. કારણ કે પ્રથમનું કર્મ તે તે મતવાળા મોક્ષના પ્રયોજનવાળું માને છે. તે કેવળ માનસિક આશયને આશ્રયીને છે. એમાં ક્રિયાનો આશય શુદ્ધ છે. [४७] अज्ञानिनां द्वितीयं तु, लोकदृष्टया यमादिकम् ।
तृतीय शान्तवृत्या तत, तत्त्वसंवेदनानुगम् ॥ २३ ॥ મૂલાર્થ : બીજું દષ્ટાંત લોકષ્ટિએ થતાં યમ નિયમ છે, તે અજ્ઞાનીના હોય છે. ત્રીજું અનુબંધ કર્મ જ્ઞાનીઓને હોય છે.
ભાવાર્થ ? બીજું આત્મકર્મ પરિવ્રાજકાદિના યમનિયમ છે, તે જીવનપર્યત આરંભ થકી નિવૃત્ત કરનાર છે, તે નિયમાદિ આત્મકર્મ છે છે. તે મોક્ષના ફળ રહિત અજ્ઞાનીઓને હોય છે. પરંતુ તેનું સ્વરૂપ લોકષ્ટિએ શુદ્ધ હોવાથી તે ક્રિયા સ્વરૂપ શુદ્ધ છે. - ત્રીજું કર્મ શાંત વૃત્તિવાળા, વિષયની આકાંક્ષા રહિત મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ મોક્ષાદિકના યથાર્થ જ્ઞાનને અનુસરતું મોક્ષના ફળને દેનારું અનુબંધ કર્મ છે. તે અનુબંધ શુદ્ધ ક્રિયા છે.
પ્રથમ કર્મ અપેક્ષાએ પરિણામની નિર્મળતાને લક્ષ્ય જણાવ્યું છે. આ પ્રમાણે સારા આશયથી મૃત્યુને વરનાર કથંચિત સદ્ગતિમાં જન્મ પામે છે.
૨૮ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org