________________
-
વા.
ભાવાર્થ યદ્યપિ અપુનબંધક સમક્તિ પામ્યો નથી. પણ જિનેશ્વર કથિત રત્નત્રયરૂપ ધર્મમાર્ગમાં પ્રવેશ થવા માટે એ માર્ગની હૃદયમાં રૂચિ થાય તે માટે તે સાધકમાં દ્રવ્ય સમક્તિનો આરોપ કરીને, સુદેવાદિનું શ્રદ્ધારૂપ આરોપણ કરીને મિથ્યાત્વીઓને પણ ધીર બુદ્ધિવાળા મહાત્માઓ ભાવિ લાભ જોઈને દીક્ષા આપે છે. [૪૨] યો યુવા મ ળ્યું, ઘીરઃ હું વ્રતપત્તિને |
स योग्यो, भावभेदस्तु दुर्लक्ष्यो, नोपयुज्यते ॥ १८ ॥ મૂલાર્થ : જે મનુષ્ય ભવની નિર્ગુણતા જાણીને વ્રતનું પાલન કરવામાં ધીર હોય, તેને યોગ્ય જાણવો. ભાવ પરિણામનો ભેદ દુર્લક્ષ્ય છે તેથી તે અત્રે ઉપયોગી નથી.
ભાવાર્થ : જે ભવ્ય સાધક ગુરુના ઉપદેશનું શ્રવણ પામીને સંસારને અસાર જાણે છે, તે પ્રથમ ભૂમિકામાં પ્રાણાતિપાતથી વિરમવા માટે મહાવ્રતોને પાળવા સમર્થ હોય, તો તે દીક્ષા માટે યોગ્ય જ છે.
તેમ છતાં અતીન્દ્રિય જ્ઞાન રહિત અન્યના પરિણામને જાણવા કે આ જીવને સમક્તિ છે કે નહિ તે સંભવ નથી, માટે તેવા તર્ક કરવા દીક્ષારૂપ ઈષ્ટ સાધનમાં અનુકૂળ નથી. [૪૩] નો વાવારિજ્ઞાનાન્સિયસિદ્ધિપરહિરેઃ |
दीक्षाऽदानेन भव्यानां मार्गोच्छेदः प्रसज्यते ॥ १९ ॥ મૂલાર્થ : પૂર્વે કહેવા પ્રમાણે યોગતાનો સ્વીકાર ન કરીએ તો તો ભાવને ન જાણવાથી સિદ્ધિ અને અસિદ્ધિનો નિરાસ થાય, તેમાં પાત્ર જીવ પણ દીક્ષા પામે નહિ તો માર્ગનો લોપ થાય.
ભાવાર્થ : પૂર્વે કહેલા ભદ્રિક ગુણોવાળા જીવોને દીક્ષા આપવાનું ન સ્વીકારીએ અને અન્યના ગ્રંથિભેદાદિ પરિણામને જાણવા તો દુર્લભ છે. આથી પાત્ર જીવોને દીક્ષા આપવાનો અનાદર થવાથી, સિદ્ધિ એટલે ચોથા ગુણસ્થાનકની પાત્રતાનો નિશ્ચય અને પ્રથમાદિક પુસ્થાક , , , , , . લોપ થવા સંભવ છે.
૨૬ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org