________________
મૂલાર્થઃ અપુનબંધકને પણ સમાદિયુક્ત ક્રિયા અન્ય દર્શનના ભેદે કરીને જોવામાં આવે છે. તે પણ ધર્મમાં પ્રવેશ કરતાં જીવ માટે વિદ્ધ ક્ષય માટે થાય છે.
ભાવાર્થ : તીવ્રરસે કરીને પાપ ન બાંધે. તેવો ચરમાવર્તમાં આવેલો પાત્ર જીવ અનુબંધક છે, માર્ગાનુસારી છે. પણ સમ્યગ્દષ્ટિ નથી, તે ધર્માર્થી સાંખ્યાદિ ગમે તે મતમાં હોય, અને આંતરવૃત્તિના શમન અને દમન વડે અનેક પ્રકારની ક્રિયા કરતો જોવામાં આવે છે. તેમની તેવી ક્રિયા સમ્યત્વ પ્રાપ્તિ રૂપ ધર્મમાં વિઘ્ન કરનારા તીવ્ર રાગાદિને મંદ કે ક્ષીણ કરનારી હોવાથી તે ભવિષ્યમાં અધ્યાત્મનું કારણ બને છે. [૪૦] અશુદ્ધાગરિ હિં, શુદ્ધીથી ક્રિયા હેતુ સાશાનું !
___ तानं रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ॥ १६ ॥
મૂલાર્થ : અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ આશયથી કરવામાં આવે તો તે અપેક્ષાએ શુદ્ધ ક્રિયાનો હેતુ બનવા સંભવ છે. જેમ ત્રાંબુ પારદ રસના સેવનથી સુવર્ણ બને છે.
ભાવાર્થ : સર્વજ્ઞ કથિત ન હોય તેથી સાવદ્ય - દોષવાળી ક્રિયા અનુબંધકે સ્વીકારેલી હોવાથી તે મોક્ષના અભિલાષરૂપ અને શુભ અધ્યવસાયયુક્ત હોય છે, તેથી તે સર્વજ્ઞના મતની શુદ્ધ ક્રિયાની પ્રાપ્તિનું સાધન બને છે.
જેમ ત્રાંબાને સિદ્ધ પારદરસ સ્પર્શે છે, ત્યારે ત્રાંબામાં રહેલા જળનું શોષણ થતાં તે ત્રાંબુ સુવર્ણપણાને પામે છે. તે પ્રમાણે શુભ અધ્યવસાયને કારણે અશુદ્ધ ક્રિયા ક્રમે કરી શુદ્ધ ક્રિયાનું નિમિત્ત બને છે. [४१] अतो मार्गप्रवेशाय, व्रतं मिथ्यादशामपि ।
द्रव्यसम्यक्त्वमारोप्य, ददते धीरबुद्धयः ॥ १७ ॥ મૂલાર્થ ઃ એ જ કારણથી માર્ગમાં પ્રવેશ કરાવવા માટે દ્રવ્ય - (વ્યવહાર) સમક્તિનો આરોપ કરીને ધીર બુદ્ધિવાળા આત્માઓ મિશ્રાદેષ્ટિવાળાઓને ચારિત્ર આપે છે.
ગુરુ શિષ્ય સંવાદ : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org