________________
સાધનો આવશ્યક છે.
શબ્દાદિ નયના પ્રકાર છે. તે શબ્દના અર્થ અને વ્યુત્પતિને લક્ષ્યમાં રાખી વસ્તુના સ્વરૂપને જણાવે છે. એ નયને આધારે અધ્યાત્મ માર્ગમાં જ્ઞાન-ક્રિયાની શુદ્ધિ હોવાથી પાંચમા ગુણસ્થાનકથી અધ્યાત્મનો આરંભ છે. પાંચમું ગુણ સ્થાનક શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ વ્રત (સંસાર સુખની આકાંક્ષા રહિત) પ્રત્યાખ્યાનથી યુક્ત હોય છે. આ ગુણ સ્થાનક દેશવિરતિ શબ્દને અનુસરે છે તેથી શબ્દાદિ નયમાં તેની વિવક્ષા છે.
નૈગમનય વગેરે વ્યવહાર નયને અનુસરે છે. ઉપચારને પણ માન્ય કરે છે. જેમ કે સમ્યજ્ઞાન સહિત ચતુર્થ ગુણસ્થાનક કે તે પહેલાની તથા ભવ્યત્વવાળા જીવોની ચૈત્યવંદનાદિક ક્રિયામાં પણ ઉપચારથી અધ્યાત્મ માને છે. અર્થાત્ તે અધ્યાત્મની સમીપ છે, તેમ જાણવું.
[૩૬] ચતુર્થડપિ ગુળાને, શુશ્રૂષાધા વિોવિતા । અપ્રાપ્તસ્વર્ગમૂળળાં, રત્નતામૂળ થયા ॥ ૧૪ ||
મૂલાર્થ : ચોથા ગુણસ્થાનકે ઉચિત એવી શુશ્રુષાદિ ક્રિયા રહેલી છે. જેમ જેને સોનાના આભૂષણો પ્રાપ્ત ન હોય તેને રૂપાના આભૂષણો પણ અલંકાર છે.
:
ભાવાર્થ : ચોથું ગુણસ્થાનક ભલે અવિરત છે પણ સમ્યગ્ જ્ઞાનાદિક યુક્ત છે. આ સ્થાને રહેલા જીવને દેવ-ગુરુની ભક્તિ, સેવા, ધર્મ, શ્રવણની તીવ્ર જિજ્ઞાસા, વિનય, દાનાદિ ધર્મ વગેરે શુભ કરણી હોય છે. તે વ્યવહારરૂપ હોવા છતાં અધ્યાત્મના અભ્યાસપણે છે.
જેમ કોઈ પાસે સુવર્ણના આભૂષણો ન હોય તો રૂપાના આભૂષણો અલંકારનું સ્થાન જાળવે છે. તેમ આ સ્થાનકે શુદ્ધ વ્રતાદિ ન હોય પણ સેવા શુશ્રુષાદિ અધ્યાત્મના અભ્યાસરૂપ છે. [૩૬] અપુનર્વન્ધસ્યાપિ, ચા ક્રિયા શમસંયુતા । चित्रा दर्शनभेदेन, धर्मविघ्नक्षयाय सा ॥ १५ ॥
Jain Education International
૨૪ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org