________________
વચનમાં શંકારહિત હોય. વિપર્યાસ બુદ્ધિ કે કુતર્ક રહિત હોય. શુભ અધ્યવસાય રહિત શુદ્ધ ઉપયોગ હોય. જિન વચનથી વિરુદ્ધ પ્રરૂપણા રહિત હોય તે જ્ઞાન છે.
એ જ્ઞાનની બોધરૂપ શુદ્ધ પરિણતિ કે જે ફળની અપેક્ષા રહિત, સુખોની અભિલાષા રહિત, અન્યના અપકર્ષ કે નિંદાદિક દોષ રહિત એવી સાધુ કે શ્રાવકની ક્રિયા, સમાનભાવયુક્ત વ્યવહાર એ બંને જ્ઞાન-ક્રિયારૂપ અંગો અધ્યાત્મસ્વરૂપને વિષે અભિન્ન રહેલા છે. જો તેમ ન હોય તો તે અધ્યાત્મ નથી. કારણ કે જિનશાસનમાં કેવળ જ્ઞાન કે કેવળ ક્રિયાથી મોક્ષનું પ્રતિપાદન કર્યું નથી.
આત્માના આશ્રય કે લક્ષ્ય રહિત અધ્યાત્મ નથી. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ક્રિયા સહિત અધ્યાત્મ મોક્ષ સાધક બને છે. શુભ અધ્યવસાય પણ શુભ બંધનના હેતુ હોવાથી શુદ્ધ ઉપયોગની અપેક્ષાએ તેને બાધક માનેલ છે. [૨૭] તત્યગ્નમસ્થાની રચૈવૈચ્છિતિ !
નિશી, વ્યવહારતુ પૂર્વમથુરવીરતઃ | ઉરૂ મૂલાર્થ :નિશ્ચયનય પાંચમા ગુણસ્થાનકથી જ અધ્યાત્મને આદરપૂર્વક ઇચ્છે છે. વ્યવહારનય તો તેથી પૂર્વે પણ ઉપચારથી અધ્યાત્મને માને છે.
ભાવાર્થ: નય એ તત્ત્વ કે પદાર્થને જાણવાના જ્ઞાનાંશ છે, તે સાત નયો પરસ્પર સમન્વયકારી છે, વસ્તુમાં જણાતા વિરોધને પણ અન્યોન્ય નય તેનું માહાસ્ય જાળવી રાખે છે. તેમાં મુખ્ય નય બે છે, ૧. નિશ્ચય નય ૨. વ્યવહાર નય. નિશ્ચય નય વસ્તુના સૂક્ષ્મ અને મૂળ સ્વરૂપને જણાવે છે. વ્યવહાર નય તે જ વસ્તુના બાહ્ય અને સ્થૂલ સ્વરૂપને જણાવે છે. બંને પક્ષીની બે પાંખ જેવા છે. બંને નયથી વસ્તુનું સ્વરૂપ પ્રમાણિત થાય છે.
નિશ્ચય તત્ત્વનું સ્વરૂપ બતાવે છે, તો વ્યવહાર તે પ્રત્યે જવાનાં સાધનો બતાવે છે. નિશ્ચયના લક્ષ્ય વગર વ્યવહાર સરૂપે જણાતો નથી. અને લક્ષ્ય પ્રત્યે જવા વ્યવહારરૂપ શુદ્ધ જ્ઞાન-ક્રિયા જેવા
ગુરુ શિષ્ય સંવાદ : ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org