________________
છઠ્ઠી શ્રેણી જાણવી.
જેણે સમગ્ર ચારિત્ર મોહનીયને શાંત કર્યું છે, અર્થાત્ ઉદયનો અભાવ વર્તે છે, તેનું ગુણ સ્થાનક અગિયાર છે. અને શ્રેણી સાતમી જાણવી. ચારિત્ર મોહને સત્તામાંથી નાશ કરનાર નવમા અને દશમા ગુણસ્થાને છે તેની શ્રેણી આઠમી જાણવી. કારણ કે આ ગુણસ્થાનકથી સાધક આગળ વધે છે.
મોહની પ્રકૃતિઓનો ક્ષય કરી તે બારમા ગુણસ્થાનકને પામે તેની શ્રેણી નવમી છે. ત્યારબાદ સયોગી કેવળી અને અયોગી વળી ક્રમશઃ દશ અને અગ્યાર ગુણ શ્રેણી વાળા જાણવા. [૩૯] થામ્મની પ્રોવત્તા, અસ-બાળનિર્ઝર ।
यतितव्यमतीध्यात्म-वृद्धये कलयाऽपि हि ॥ ११ ॥
મૂલાર્થ : આ સમ્યક્ત્વ વગેરે અગિયાર પ્રકારો અનુક્રમે અસંખ્ય ગુણ નિર્જરાવાળા છે, તેથી તેનો અભ્યાસ કરી અધ્યાત્મની વૃદ્ધિ કરવી.
ભાવાર્થ : અધ્યાત્મની વૃદ્ધિ સમ્યક્ત્વની ઉત્તરોત્તર નિર્મળતાથી થાય છે. સમ્યક્ત્વના ઉપરોક્ત પ્રકારો અસંખ્યગુણ નિર્જરાવાળા હોવાથી આત્મશુદ્ધિની વૃદ્ધિ માટે વારંવાર આરાધન કરવું, કથંચિત શુદ્ધભાવ હજી પ્રગટ્યો ન હોય તો પણ જ્ઞાન અને ક્રિયાની શુદ્ધિ માટે નિર્મળભાવથી અધ્યયન કરવું.
[૨૬] જ્ઞાનં, શુદ્ધ યિા શુદ્ધે
त्यंशी द्वाविह सङ्गती । ત્રે મહારથસ્લેવ પક્ષાવિવ પત્રિઃ || ૧૨ || મૂલાર્થ ઃ મહારથના બે ચક્રની જેમ તથા પક્ષીની બે પાંખોની જેમ શુદ્ધ જ્ઞાન અને ક્રિયા એ બે અંગો છે.
ભાવાર્થ : બે ચક્રરહિત રથ ચાલતો નથી. વળી તે ચક્રો ગમન સમયે સાથે ચાલે છે. પક્ષી બે પાંખ વગર આકાશમાં ઊડી શકતું નથી તેમ અધ્યાત્મની વૃદ્ધિ જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી થાય
છે.
જ્ઞાન કોને કહે છે ? પૂર્વપર વિરોધ રહિત શુદ્ધ હોય. જિન
Jain Education International
૨૨ : અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org