________________
આગળના ગુણસ્થાનકે ઉત્તરોત્તર વિશેષપણે કર્મની નિર્જરા પામે છે.
વળી ધર્મના સ્વરૂપને જાણવાની રૂચિવાળો તે પણ ઉપર પ્રમાણે નિર્જરા પામે છે. સાધુ સંતો પાસે જઈ તેમના બોધને ઇચ્છતો, તે બોધરૂપ ધર્મનો નિશ્ચય-શ્રદ્ધા કરવારૂપ ક્રિયા કરતો, અર્થાત્ ધર્મ પામવાની તીવ્ર જિજ્ઞાસાવાળો ઉત્તરોત્તર અસંખ્યગુણ નિર્જરાને પામે છે.
વળી તેણે પૂર્વે જે સમત્વની પ્રાપ્તિ કરી હતી તેના શ્રદ્ધા, આદરને સેવતો, શંકાદિક રહિત સમ્યક્ત્વને વિશેષ નિર્મળ કરે છે. તે પણ અસંખ્યાતગુણી નિર્જરા પામે છે. આ પ્રથમ શ્રેણીની ભૂમિકા છે. (ચોથું ગુણસ્થાનક) - ત્યાર પછી અનુક્રમે દેશવિરતિ ગૃહસ્થ, પાંચમું ગુણસ્થાનક તે બીજી શ્રેણી અને છઠ્ઠ ગુણસ્થાનક સર્વસંગપરિત્યાગ કરનાર સર્વવિરતિ પામેલો સાધુ ત્રીજી શ્રેણીવાળો છે. આ ત્રણે શ્રેણીઓ ઔપથમિક અને ક્ષાયોપથમિક ભાવને આશ્રયીને છે. કારણ કે તેમાં અનંતાનુબંધી કષાયોનો ઉદય નથી, પણ સત્તામાં રહેલા છે. ૩૩
ક્ષાયિક ભાવને અવિરત, દેશવિરત, અને સર્વવિરત તે ત્રણે પ્રકારના ગુણસ્થાનકમાં અનંતાનુબંધી ક્રોધાદિક ચારે કષાયોનો સત્તામાંથી પણ નાશ થયો છે તે ચોથી શ્રેણીમાં જાણવો, કારણ કે તે સાયિકભાવને આશ્રયીને છે.
ત્યાર પછી તે મહાત્મા દર્શન મોહનીયના મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ મોહનીયનો સત્તામાંથી નાશ કરે છે. તે પાંચમી ગુણ શ્રેણી જાણવી. ચોથી અને પાંચમી શ્રેણીવાળો ગુણશ્રેણી પર આરૂઢ થયેલો નથી."
અપ્રત્યાખ્યાનીયના ક્રોધાદિ ચાર, પ્રત્યાખ્યાનીયના ચાર અને સંજ્વલનના ચાર એ બાર કષાય અને હાસ્યાદિ નવનો કષાયરૂપ ચારિત્ર મોહનીયનો ઉપશમ કરનાર કષાયોને દબાવનાર, ઉદયનો નિરોધ કરનાર, નવમા અને દશમા ગુણ સ્થાનકે છે; ક્રમમાં તે જ ક્ષાયિક સમ્યકત્વને પામેલો જીવ શ્રેણિ માંડે છે તે આઠમું ગુણ સ્થાનક છે. આઠ, નવ
અને દસની શ્રેણી આઠમી છે.
ગુરુ શિષ્ય સંવાદ ઃ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org