________________
હર્ષ આપનારી થતી નથી. પરંતુ જેઓ વિષમતા રહિત વસ્તુને વિષે પણ રેખાના અંશના પણ અંશથી વિશેષને જાણે છે, તે કુશળ બુદ્ધિવાળા સત્પષોને આ કૃતિથી મોટો ઉત્સવ હો.
ભાવાર્થ : જેને રત્નોની પરીક્ષા નથી, કે મણિનાં મૂલ્યથી અજ્ઞાન છે, તેવા કોઈ ગોવાળના હાથમાં મૂલ્યવાન મણિ આવે તો તેને કાચનો ચમકતો ટુકડો જાણે છે. નીલમણિ કે કાચના ટુકડાનો તેને કોઈ ભેદ સમજાતો નથી. કદાચ ફેંકી ન દે, તો તે બકરીને કોટે બાંધી દે છે. તેમ માનવજન્મના મૂલ્યવાન સમયને વિષયી જીવો વિષયની પાછળ ગાળે છે.
શાસ્ત્રકાર કહે છે કે આ દૃષ્ટાંતની જેમ મંદબુદ્ધિવાળાને સકવિઓની, જ્ઞાનીજનોની ગૂઢાર્થવાળી શાસ્ત્રની કૃતિઓ પ્રસન્નતા આપતી નથી. તેઓને લાગે છે. આ સાંસારિક વૈભવ આગળ આ સર્વ વ્યર્થ છે.
પરંતુ જેઓ કુશાગ્ર છે, સન્મતિમાન છે, તેવા પુરુષોને દશ્યમાન સમાન વસ્તુમાં પણ તેનો સૂક્ષ્માંશ કે તેના ગૂઢાર્થ સમજાય છે. વળી એક અંશમાત્રનો ભેદ હોય તો તેનો ભેદ પણ સમજાય છે. શાસ્ત્ર વચનમાં હેય – ઉપાદેયનો વિવેક રાખે છે. વિધિ અને નિષેધને, અપવાદ અને ઉત્સર્ગને જાણે છે તેથી તેઓને શાસ્ત્રો ગૂઢાર્થ પ્રસન્નતા આપે છે. [૩૧] વિશ્વસામવેરા વિતે, વેનીલામ્ |
तेषां न प्रमदावहा तनुधियां, गूढा कवीनां कृतिः ॥ ये जानन्ति विशेषमप्यविषमे, रेखोपरेखांशतः ।
वस्तुन्यस्तु सतामितः कृतधियां, तेषां महानुत्सवः ॥ ६ ॥ મૂલાર્થ : સંપૂર્ણ અધ્યાત્મ પદાર્થના સમૂહની રચના પંડિતોની જેમ મોહથી જેમની દૃષ્ટિ ઢંકાયેલી છે એવા અલ્પ બુદ્ધિવાળાના ચિત્તને ચમત્કાર કરનારી થતી નથી. કામિની (યુવતી)ની કાકુ ઉક્તિવડે વ્યાકુલ, કામના મદવડે ગહન અને અપ્રબળ એવી વચનચાતુરી ચતુર પુરુષોની જેમ ગ્રામ્ય જનોને અત્યંત આનંદ
૪૫૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org