________________
આપતી નથી.
ભાવાર્થ : સંસારના વિષયોમાં આસક્ત થઈ જેની વિવેક દૃષ્ટિને આવરણ થયું છે એવા અલ્પજ્ઞજનોને અધ્યાત્મ રસથી ભરપૂર, રચના કંઈ હિતકારી નથી થતી. અને સંપૂર્ણપણે આત્મસ્વરૂપને આશ્રયી એવા પંડિતોને પ્રિય શાસ્ત્રોની કૃતિ અદ્ભુત છે તેવું જણાય છે. આથી હવે સજ્જનોની સ્તુતિ કરવી જ ઉચિત છે. એમ અમને જણાય છે. [९४०] पूर्णाध्यात्मपदार्थसार्थघटना, चेतश्चमत्कारिणी ।
मोहच्छन्नदशां भवेत्तनुधियां, नो पण्डितानामिव ॥ काकुव्याकुलकामर्ग गहन-प्रोद्दामवाक्चातुरी ।
कामिन्याः प्रसंभ प्रमोदयति न, ग्राम्यान् विदग्धानिव ॥ ७ ॥ મૂલાર્થ સિદ્ધાંતરૂપી કુંડને વિષે ચંદ્રનાં કિરણોની જેવા નિર્મળ અધ્યાત્મરૂપી જળના સમૂહવડે સ્નાન કરીને સંતાપને, સંસારના દુઃખને, કળી અને પાપરૂપી મેલને તથા લોભરૂપી તૃષા (તૃષ્ણા)ને તજી દઈને જેઓ શુદ્ધરૂપ થયા છે, તથા શમ, દમ અને પવિત્રતા રૂપી ચંદનવડે અનુલેપવાળા થયા છે, તથા શીલરૂપી અલંકારવડે સારભૂત થયા છે તેવા સમગ્ર ગુણોના નિધિ સમાન સજ્જનોને અમે નમસ્કાર નમન કરીએ છીએ.
ભાવાર્થ : ઉત્તમ ગુણોથી સંપન્ન એવા સપુરુષો, વિદ્વાનો જિનાગમના સિદ્ધાંતોમાં અપૂર્વ શ્રદ્ધાવાળા છે. જેમ સ્વચ્છ જળાશયોમાં ચંદ્રનાં કિરણોની નિર્મળતા છે. તેથી પણ વિશેષ અધ્યાત્મભાવરૂપી નિર્મળતામાં તેઓ સદા લીન રહે છે. એથી તેમના સંસારનું ભવભ્રમણરૂપી દુઃખ, તથા કલેશ વિષયતૃષ્ણારૂપી સંતાપ, પાપરૂપ દોષો નાશ પામે છે. તેના પરિણામે આત્મનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત થયું છે. તેઓ શાંત પરિણતિવાળા થયા છે. ઇંદ્રિયોના વિજેતા છે. વ્રત સહિત તથા કલંક રહિત થયા છે. શીલ-બ્રહ્મચર્યનિષ્ઠ છે. આવા અનેક ગુણવાળા તે સત્પરુષોને અમે નમન કરીએ છીએ.
અથ પ્રશસ્તિ (સજ્જનસ્તુતિ) : ૪૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org