________________
કરીને સત્પરુષો સુખ પામે છે, અને તે જ કથાનું પાન કરીને ખળ પુરુષો વિષને કાઢે છે. આ પ્રમાણે તેમની વિષમતા ક્યાંથી થઈ ? અથવા તો તે કાંઈપણ અદ્ભુત નથી. કેમ કે ચંદ્રના કિરણોનું પાન કરતાં ચકોર પક્ષીઓ અત્યંત પ્રસન્ન થાય છે, પણ યુવાન ચક્રવાકના મિથુનો શું અત્યંત ખેદયુક્ત નથી થતા ? થાય છે જ.
ભાવાર્થ : અહો ! ચક્રવર્તી જેવો અધિપતિ પણ છત્ર, શસ્ત્ર, કે અસ્ત્ર સહિત હોવા છતાં નિર્ભય કે સુખી નથી, જ્યારે સત્પુરુષો છત્ર, શસ્ત્ર કે અસ્ત્ર રહિત છતાં નિર્ભય અને સુખી છે. કારણ ?
એ સત્પુરુષો રાગ દ્વેષ મોહ હિંસા વિષય કષાય જેવા ભયના સ્થાનોનો પરિહાર કરે છે. અને અધ્યાત્મરૂપી અમૃતનું પાન કરે છે. જન્મ જરા મરણાદિ દુઃખ અને ભયના કારણોનો નાશ કરી, આગમ વચનોનું આદરપૂર્વક શ્રવણ કરે છે. તેથી તેઓ સદા સુખ અને આનંદમાં રહે છે.
સંસારના અજ્ઞજનોને એ શાસ્ત્રના વચનોમાં આદર ન હોવાથી તેઓ તેમાં તર્ક અને વિલ્પ કરી અમૃતને બદલે વિષનું પાન કરી પોતે જ દુઃખનું ભાન બને છે. શાસ્ત્રવચન તો એના એ જ છે, પણ જેમ ગુલાબ જોતાં કોઈને ગુલાબનું સૌંદર્ય દેખાય, અને કોઈને કાંટા દેખાય, તેમ શાસ્ત્રવચન સાધકને તારનારા અને દુર્જનને વિષમતા પેદા કરનારા થાય છે, તેમાં દુર્જનની દુર્મતિ જ કારણ છે. પરંતુ સાધક તો સજ્જનોના શુદ્ધ કાવ્ય વ્યાખ્યાદિને જાણીને પ્રસન્ન થાય છે. [९३८] अध्यात्मामृतवर्षिणीमपि कथा-मापीय सन्तः सुखम्।
गाहन्ते विषमुगिरन्ति तु खलाः, वैषम्यमेतत्कुतः ॥ नेदं चाद्भुतमिन्दुदीधितिपिवाः, प्रीताश्चकोरा भृशम् ।
किं न स्युर्बत चक्रवाकतरुणाः त्वत्यन्तखेदातुराः ॥ ५ ॥ મૂલાર્થઃ જેઓ કાંઈક સદશપણું જોઈને કાચ તથા ઇન્દ્રનીલ મણિનો અભેદ કરે છે, તે મંદ બુદ્ધિવાળાને કવિઓની ગૂઢ કૃતિ
અથ પ્રશસ્તિ (સજ્જનસ્તુતિ) : ૪૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org