________________
સંસારના સર્વ સંયોગોને બંધનરૂપ માને છે, આથી જ્ઞાનીજનો છદ્મસ્થ અવસ્થા છતાં મુક્ત છે. [९२९] स्तुत्या स्मयोन कार्यः कोपोऽपि च निन्दया जनैः कृतया
सेव्या धर्माचार्यास्तत्वं जिज्ञासनीयं च ॥ ४१ ॥ મૂલાર્થઃ બીજા માણસોએ કરેલી સ્તુતિ વડે ગર્વ ન કરવો, અને તેમની કરેલી નિંદાવર્ડ કોપ પણ ન કરવો, ધર્માચાર્યનું સેવન કરવું, તત્ત્વને જાણવાની ઇચ્છા કરવી.
ભાવાર્થ : વળી અન્ય જનોએ કરેલી સ્તુતિમાં તેમની ઉદારતા જોવી પણ ગર્વ કરવો નહીં. કે આ સૌ મને માન આપે છે. અને અસ્તુતિ વડે મનને દુભવવું નહીં કે આ દુર્જનો છે મારી નિંદા કરે છે. વળી તે કારણે આકુળ થવું નહીં. ગુરુજનોના આદર - સેવા કરવા. અને તેમની નિશ્રામાં તત્ત્વ જાણવાની રુચિ રાખવી, જેથી અધ્યાત્મ વિકાસ થતો રહે. [९३०] शौचं स्थैर्यमदम्भो वैराग्यं चात्मनिग्रहः कार्यः ।
दृश्या भगवतदोषाश्चिन्त्यं देहादिवैरुप्यम् ॥ ४२ ॥ મૂલાર્થ શૌચ, સ્થિરતા, અદંભ વૈરાગ્ય અને આત્માનો નિગ્રહ કરવો, સંસારમાં રહેલા દોષો જોવા, અને દેહાદિકનું વિરૂપપણું ચિંતવવું.
ભાવાર્થ : શૌચ : વ્રતની પવિત્રતા, સ્થિરતા : આપત્તિમાં વૈર્ય, અદંભ : વર્તનમાં માયા રહિતપણું, વૈરાગ્ય : સંસારભાવથી વિરક્ત,
આત્મનિગ્રહ : દેહાદિક, સ્ત્રી, ધન, યૌવન, સર્વનું વિનાશીપણું જોઈ આત્મભાવના ચિંતવવી.
સંસારના દોષો : સંસારમાં ચારે ગતિના ભ્રમણના દુઃખનો વિચાર કરવો. સુધા, તૃષા, દરિદ્રતાના દુઃખનો વિચાર કરવો. સ્વાર્થ જનિત સંબંધોનો વિચાર કરી આત્મહિત સાધી લેવું. શરીર છે તો રોગ, જન્મ અને મરણ છે. પરિવાર છે તો ભય અને ચિંતા છે. ધન છે તો રક્ષણની ચિંતા છે. આવા દુઃખરૂપ સંસારમાં સુખ શું માનવું ?
અનુભવાધિકાર : ૪૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org