________________
લોકસંજ્ઞાનો ત્યાગ કરીને યોગીઓએ નિરંતર શ્રદ્ધા અને વિવેક પરત્વે યત્ન કરવો.
ભાવાર્થ : વાસ્તવમાં આગમ પ્રણિત સિદ્ધાંતથી પરમાર્થનો નિર્ણય કરી, લોકસંજ્ઞાનો ત્યાગ કરી, જિન વચનમાં શ્રદ્ધા અને વિવેક વડે સ્વભાવની શુદ્ધિ થાય તેમ કરવું. અર્થાત્ જડ ક્રિયાનું એકાંત કે શાસ્ત્રજ્ઞાન વડે નિર્ણય ન કરતાં જિનવચનના આધારે માર્ગ જાણવો. ઘણા લોકો જે કરે તે બરાબર હોય તેમ માની ન લેવું પણ ગીતાર્થ જનોએ કહ્યું હોય તેને અનુસરવું. [९२७] निश्चित्यागमतत्त्वं तस्मादुत्सृज्य लोकसंज्ञां च ।
શ્રદ્ધાવસારં યતિતવ્ય યોનિના નિત્ય છે રૂ8 મૂલાર્થ : કોઈ પણ લોકની નિંદા કરવી નહીં, પાપીને વિષે પણ ભવસ્થિતિનું ચિંતવન કરવું, ગુણોના ગૌરવ વડે પૂર્ણ એવા જનોની પૂજા કરવી, ગુણના લેશને વિષે પણ રાગ ધારણ કરવો.
ભાવાર્થઃ યોગીએ પોતાના ભાવની શુદ્ધિ રાખવી. ધર્મ વિહીન દુઃખી જનોની નિંદા ન કરવી. પાપ કાર્ય કરતા જીવોની કર્મની વિચિત્રતા જાણી તથા ભવસ્થિતિની યોગ્યતા જાણી દ્વેષ ન કરવો અને જે ગુણીજનો છે તેમનો આદર કરવો. અરે ! જેનામાં ગુણનો અલ્પ અંશ છે તેના પર પણ પ્રમોદ રાખવો. યોગી જનોના જીવનની આ પ્રણાલિ છે. [९२८] ग्राह्यं हितमपि बालादालापैर्न दुर्जनस्य द्वेष्यम् ।
त्यक्तव्या च पराशा पाशा इव सङ्गमा ज्ञेयाः ॥ ४० ॥ મૂલાર્થ : બાળક પાસેથી પણ હિત વચનને ગ્રહણ કરવું. દુર્જનના પ્રલાપ સાંભળી વેષભાવ ન કરવો, પારકી આશાનો ત્યાગ કરવો, સર્વ સંયોગો પાશની જેવા જાણવા. - ભાવાર્થ : જ્ઞાનીજનોની ઉદારતા અને બોધ કેવો છે ! તેઓ બાળકના મુખેથી નીકળેલા હિતવચનને ગ્રહણ કરે છે, અને દુર્જનના મુખેથી નિંદક વચનો સાંભળીને પણ સમતા ધારણ કરે છે. પર પદાર્થના સુખની તૃષ્ણાનો કે પારકી આશાનો ત્યાગ કરે છે. અને
૪૪૪ : અધ્યાત્મસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org