________________
તો. છતાં અનુભવજ્ઞાનની મુખ્યતા છે. શુષ્કજ્ઞાન પણ મુક્તિનો હેતુ બનતું નથી. એ સર્વ કારણ સ્વર્ગ સુધીના બને છે, એક આત્મજ્ઞાન જ મુક્તિનું સાધન બને છે. [९२४] लोकेषु बहिर्बुद्धिषु, विगोपकानां बहिष्क्रियासु रतिः ।
__ श्रद्धां विना न चैताः सतां प्रमाणं यतोऽभिहितम् ॥ ३६ ॥
મૂલાઈ : બાહ્ય બુદ્ધિવાળા લોકોમાં વિદૂષકોની બાહ્ય ક્રિયાઓ ઉપર પ્રીતિ થાય છે, એ બાહ્ય ક્રિયાઓ શ્રદ્ધા વિના સપુરુષોને પ્રમાણરૂપ નથી. કારણ કે તે વિષે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહ્યું છે.
ભાવાર્થ : ભોળાજનોને બાહ્ય ચેષ્ટા જોઈને વિદ્વાનો પ્રત્યે રતિ ઊપજે છે, પરંતુ પ્રાજ્ઞ પુરુષોને તો તે બાહ્ય ક્રિયા મોક્ષનું કારણ નહિ હોવાથી તેમાં શ્રદ્ધા થતી નથી. વળી બાહ્ય ક્રિયા કરનારને પણ શુદ્ધ માર્ગની શ્રદ્ધા નથી, તો તેમની ક્રિયા પ્રમાણરૂપ થતી નથી, અંતરંગ વૈરાગ્યનું કથંચિત કારણ બાહ્ય ત્યાગાદિથી બને તે માટે તે પ્રારંભની ભૂમિકા માત્ર છે. [९२५] बालः पश्यति लिङ्गं, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् ।
નામતd તુ યુધ, પરીક્ષતિ સર્વત્નન || રૂ૭ | મૂલાર્થ : બાળક લિંગને જુએ છે, મધ્યમ બુદ્ધિવાળો માણસ આચરણને વિચારે છે, પણ પંડિત પુરુષ તો સર્વ પ્રયત્ન વડે આગમના તત્ત્વની જ પરીક્ષા કરે છે.
ભાવાર્થ : બાળબુદ્ધિવાળો બાહ્ય વેષ જોઈને પ્રીત કરે છે. મધ્યમ બુદ્ધિવાળો આચરણ દ્વારા ધર્મ અધર્મને જાણવા પ્રયત્ન કરે છે. અને પ્રાજ્ઞ પુરુષો તો સત્ શાસ્ત્રના બોધની કસોટી કરે છે. અર્થાત્ બાળ જીવો કદાચ બાહ્ય આડંબરથી આકર્ષણ પામે, પરંતુ પ્રૌઢજનો તો અધર્મ કે ધર્મને જાણી લે છે. સવિશેષ તો પ્રજ્ઞાવંત શાસ્ત્રોક્ત પદ્ધતિને સ્વીકારે છે. [९२६] निन्योन कोऽपि लोके, पापिष्टेष्वपि भवस्थितिश्चिन्त्या ।
पूज्या गुणगरिमाढ्या, धार्यों रागो गुणलवेऽपि ॥ ३८ ॥ મૂલાર્થ : તેથી કરીને આગમનાં તત્ત્વનો નિશ્ચય કરીને તથા
અનુભવાધિકાર : ૪૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org