________________
[९३१] भक्तिर्भगवति धार्या सेव्यो देशः सदा विविकश्च ।
स्थातव्यं सम्यक्त्वे विश्वस्यो न प्रमादरिपुः ॥ ४३ ॥ મૂલાર્થ : ભગવાન જિનેશ્વર ઉપર ભક્તિ ધારણ કરવી, એકાંત પ્રદેશનું નિરંતર સેવન કરવું, સમ્યક્તને વિષે સ્થિર રહેવું, પ્રમાદ-રૂપી શત્રુનો વિશ્વાસ કરવો નહીં.
ભાવાર્થ : પરમાત્મસ્વરૂપ જિનેશ્વરની ભક્તિમાં લીન થવું. પરમાત્મસ્વરૂપ એ સાધક આત્માના શુદ્ધસ્વરૂપનું દર્શન છે, તેની ભક્તિ કરવાથી સ્વયં આત્મા પ્રગટ થાય છે. વિકલ્પ રહિત આત્મ-ચિંતન કરવા માટે પવિત્ર સ્થાનમાં એકાંતે કર્મનો ક્ષય થાય છે, તેટલો સંસારનાં સ્થાનોમાં થતો નથી. માટે તીર્થસ્થાનમાં રહી આત્મચિંતન કરવું.
શ્રદ્ધારૂપ સમ્યક્તમાં પૂર્ણતા પામતા સુધી શુદ્ધિ અને સ્થિરતા રહે તેમ આરાધના કરવી. પ્રમાદરૂપ શત્રુથી સદા જાગ્રત રહેવું. નહીં તો સેવેલો સંયમ પણ હાનિ પામવા સંભવ છે. [९३२] ध्येयाऽऽत्मबोधनिष्ठा सर्वत्रैवागमः पुरस्कार्यः ।
त्यक्तव्याः कुविकल्पाः स्थेयं वृद्धानुवृत्या च ॥ ४४ ॥ મૂલાર્થ આત્મજ્ઞાનની નિષ્ઠાનું ધ્યાન કરવું, સર્વત્ર આગમને આગળ કરવા, કુવિકલ્પોનો ત્યાગ કરવો, વૃદ્ધજનોની અનુવૃત્તિથી રહેવું.
ભાવાર્થ : આત્મસ્વરૂપની પૂર્ણતા ચિંતવવી. તેનું જ ધ્યાન કરવું, તેમાં જ સ્થિર થવું. સર્વ વિધિ નિષેધરૂપ ધર્મમાં આગમને પ્રમાણ રાખવા. આર્ત કે રૌદ્રધ્યાન જેવા દુર્ગાનથી દૂર રહેવું અને જ્ઞાન વૃદ્ધજનોના માર્ગે પ્રવર્તવું. તેમની આજ્ઞાને તપ માનવું. [૩૩] સાક્ષાત્કાર્ય તત્વ, વિદ્રપાનમેરÍવ્યમ્ |
हितकारी ज्ञानवता-मनुभववेद्यः प्रकारोऽयम् ॥ ४५ ॥ મૂલાર્થઃ તત્ત્વનો સાક્ષાત્કાર કરવો, આત્માનંદ વડે પૂર્ણ થવું. આ અનુભવ વડે જાણવાલાયક પ્રકાર જ્ઞાનીઓને હિતકારી છે.
ભાવાર્થ : જિનવર પ્રણિત જીવજીવાદિક નવ તત્ત્વોનું પરિશીલન કરી તેની માન્યતામાં આવતી ભૂલનું શોધન કરી, યથાર્થ શ્રદ્ધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org