________________
છે. જેમાં મોક્ષાદિકની પ્રાપ્તિના ઉપાયનો આશય રહેલો છે. [९१८] अल्पापि याऽत्र यतना, निर्दम्भा सा शुभानुबन्धकरी ।
જ્ઞાનવિષયવિવેચને વામાવાના ૩૦ || મૂલાઈ : આ ઇચ્છાયોગમાં કિંચિત પણ દંભરહિત જે યતના તે શુભ અનુબંધને કરનારી છે તથા આત્માના પરિણામનું જે વિવેચન તે અજ્ઞાનરૂપી વિષનો નાશ કરનારું છે.
ભાવાર્થ : આ ઈચ્છાયોગમાં જગતના કોઈ પ્રપંચનો અંશ ન હોવાથી તે દંભ-માયા રહિત છે. અને ગુણને વિષે પ્રીતિવાળો છે, તેથી મોક્ષને અનુરૂપ એવા શુભ ભાવવાળો છે તે મોહ અને અજ્ઞાનનો નાશ કરે છે. [९१९] सिद्धान्ततदङ्गानां शास्त्राणामस्तु परिचयः शक्तया ।
પરમાનન્દ્રનમૂનો, રર્શનપક્ષો મસ્મવિમું | ૩૦ || મૂલાર્થ શક્તિ પ્રમાણે સિદ્ધાંત અને તેનાં અંગોરૂપ શાસ્ત્રોનો પરિચય હો. આ અમારો પરમ આલંબનરૂપ દર્શનનો પક્ષ છે.
ભાવાર્થ : આગમ આદિ શાસ્ત્રોને જે ન જાણ્યા હોય તેને જાણવા અને જાણેલાનું પુનરાવર્તન તો અમે અમારી શક્તિ પ્રમાણે કરીશું. પણ આ સંસારસાગરને પાર કરવા માટે સર્વોત્કૃષ્ટ આલંબનરૂપ જે દર્શન-સમ્યકત્વ છે તેનો અમને આશ્રય હો. [९२०] विधिकथनं विधिरागो, विधिमार्गस्थापनं विधीच्छूनाम् ।
अविधिनिषेधश्चेति, प्रवचनभक्तिः प्रसिद्धा नः ॥ ३२ ॥ મૂલાર્થ : વિધિનું કહેવું, વિધિપરની પ્રીતિ, વિધિની ઇચ્છા રાખનાર પુરુષોને વિધિમાર્ગમાં પ્રવર્તાવવા, તથા અવિધિનો નિષેધ કરવો એ વિગેરે અમારી જિનપ્રવચન પરની ભક્તિ પ્રસિદ્ધ જ છે. - ભાવાર્થ : જિન પ્રવચનની પ્રણાલિ વિધિ નિષેધરૂપ ધર્મની છે. જેમ કે આશ્રવનો નિષેધ કરવો અને સંયમ ધર્મને આચરવો આવા જિનશાસનની ભક્તિ પ્રસિદ્ધ છે. તેમાં કોઈ નયનું એકાંતે નિરૂપણ નથી. પરંતુ ગૌણતા અને મુખ્યતારૂપ નિરૂપણ છે તેને વિષે અમને આદર છે.
અનુભવાધિકાર : ૪૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org