________________
[૧૧] બ્રહ્માધ્યવનેષુ મતું, બ્રહ્માષ્ટાવશસહસ્ત્રપદ્દમાવે।
પેનાસં તપૂર્ણ, યોગી સ બ્રહ્મળઃ પરમઃ ॥ ૨૭ ॥ મૂલાર્થ : બ્રહ્માધ્યયનમાં અઢાર હજાર પદના ભાવો વડે જે બ્રહ્મ કહેલું છે, તેને જે યોગીઓએ સંપૂર્ણ પ્રાપ્ત કર્યું છે, તે યોગી બ્રહ્મથી પર એટલે પ્રકૃષ્ટ છે.
ભાવાર્થ : આચારાંગના આઠ અધ્યયનમાં જે બ્રહ્મના સ્વરૂપના અઢાર હજાર વાક્યો વડે ભાવ દર્શાવ્યા છે તેવા આચારરૂપ બ્રહ્મને જે યોગીઓએ પૂર્ણપણે પ્રાપ્ત કર્યું છે, તે વેદને ધારણ કરનારા બ્રહ્માથી ૫૨ સર્વોત્કૃષ્ટ છે.
[૧૧] ધ્યેયોય સેવ્યોય, વાર્યા મવિતઃ સુધિયા થૈવ। અસ્મિગુરુત્વવુા, સુતરઃ સંસારસિન્ધુરપિ ॥ ૨૬ ॥
મૂલાર્થ : પંડિત પુરુષે આ ધ્યાન કરવા લાયક છે. સેવવા લાયક છે, અને તેની જ ભક્તિ કરવા લાયક છે. તથા તેને વિષે ગુરુ બુદ્ધિ રાખવાથી સંસારસાગર સુખે તરવાલાયક થાય છે.
ભાવાર્થ : હજારો આચારના શુભ ભાવવાળા બ્રહ્મ આત્મસ્વરૂપનું ધ્યાન કરવા લાયક, શ્રદ્ધવા લાયક, પૂજવા લાયક છે. તેમાં આદર રાખવાથી સંસાર સાગર સરળતાથી તરી જવાય છે. યોગીજનોને એ જ ઇષ્ટ છે.
[૧૧૭] અવનઘ્યેષ્ઠાયોમાં, પૂર્વાચાર સહિષ્ણવશ વયમ્ ।
મત્સ્યા પરમમુનીનાં, તીયપવીમનુસરામઃ ॥ ૨૧ ॥ મૂલાર્થ : પૂર્ણ આચારને પાળવામાં અસમર્થ એવા અમે ઇચ્છાયોગનું અવલંબન કરીને પ્રધાન મુનિઓની ભક્તિ વડે તેમના માર્ગને જ. અનુસરીએ છીએ.
ભાવાર્થ : પરંતુ જે એવા શુદ્ધ આચારને સર્વાંગે પાળવા અસમર્થ છે, તેવા સાધકો અમે ઇચ્છાયોગનું અવલંબન કરી તે મહાત્માઓની ભક્તિ કરીશું, કે જે વડે આ સંસારસાગરને સરળતાથી પાર કરી શકાય, એ ઇચ્છાયોગ કેવો છે ? આત્મસ્વરૂપના આચારને કહેતાં, તેનું જ શ્રવણ કરવામાં, તેનો જ ઉપદેશ આપવામાં આદરવાળો
Jain Education International
૪૪૦
: અધ્યાત્મસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org